________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
ભાવનાઓ પ્રગટ થાય છે અને હૃદયના પરિણામ પૂણ્યની પુષ્ટિને ધારણ કરે છે. જે જીવો આ પવિત્ર પગથીઆના પ્રદેશને પ્રાપ્ત થયેલા હોય, તેમને પૂર્ણ ધન્યવાદ ઘટે છે, અને તેમણે પ્રાપ્ત કરેલ મનુષ્ય જન્મ સર્વ રીતે કૃતાર્થ થયેલું છે. હું પણ મારા હૃદયમાં આશા રાખું છું કે, આ આત્મા તેવી સ્થિતિ પ્રાપ્ત કરવાને સદા ભાગ્યશાળી થાય.”
શમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક
૩૪૨
નવમા ગુણસ્થાનકમાં બાદર કષાયોને ઉદયથી ભોગવી એનો સંપૂર્ણ નાશ કરે છે અને સંજ્વલન લોભ કષાયનો પણ બાદર એટલે સ્થૂલ રૂપે રહેલા પુદ્ગલોને પણ ઉદયમાં લાવીને ભોગવીને નાશ કરી જ્યારે સૂક્ષ્મ કીટ્ટી રૂપે સંજ્વલન કષાય ઉદયમાં ભોગવવાનો બાકી રહે ત્યારે નવમું ગુણસ્થાનક સમાપ્ત થાય છે અને જીવ દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનના અધ્યવસાયને પામે
છે.
આ ગુણસ્થાનકમાં રહેલો જીવ ક્ષપકશ્રેણિવાળો જે હોય તે સંજ્વલન લોભનો નાશ કરવા માટે પુરૂષાર્થ કરી રહેલો તે સંજ્વલન લોભનો નાશ કરવા માટે પુરૂષાર્થ કરી રહેલો હોય છે એ પુરૂષાર્થમાં એક એક સમયે સંજ્વલન લોભ કષાયનો જે રસ હોય છે તે રસ કીટ્ટીઓનાં અનંતા અનંતા ટુકડા કરીને તેમાંથી એક ટુકડો રાખીને બાકીના અનંતા ટુકડાઓને ભોગવીને નાશ કરે છે બાકી રહેલા એક ટુકડાના પાછા અનંતા ટુકડા કીટ્ટીઓ રૂપે કરે છે અને તેમાંથી એક ટુકડો રાખીને અનંતાનો નાશ કરે છે એ રીતે હજારો વાર સુધી સમયે સમયે અનંતા અનંતા ટુકડાઓ કરી. કરીને એક એક ટુકડો રાખી રાખીને સંપૂર્ણ લોભનો નાશ કરે છે. આ પુરૂષાર્થ