________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
કર્મ કહેવાય છે. તે મોહનીયકર્મની સમ્યક્ત્વમોહ, મિશ્રમોહ, મિથ્યાત્વ મોહ, અને અનંતાનુબંધીચાર-આ સાત પ્રકૃતિ વિના એકવીશ પ્રકૃતિ રૂપ મોહનીય કર્મને ઉપશમ કરવામાં તેમજ ક્ષય કરવામાં જ્યારે પવિત્ર મુનિ સન્મુખ થાય છે, ત્યારે તે મહા મુનિ સાલંબન ધ્યાનનો ત્યાગ કરી નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરવાનો
૩૨૧
આરંભ કરે છે. આ મહાન્ લાભ મોહનીયકર્મના ઉપશમથી તેમજ ક્ષયથી મહા મુનિ મેળવી શકે છે.”
મુમુક્ષુ બોલ્યો - “એ મહા મુનિ કેવા હોવા જોઇએ ? તે કૃપા કરી સમજાવો.” આનંદ મુનિએ કહ્યું, - “ભદ્ર, જે મહાત્મા પંચમહાવ્રતને ધારણ કરે છે, અઢાર હજાર શીલાંગના લક્ષણો યુક્ત છે, જે સર્વદા આગમનો સ્વાધ્યાય કરનારા છે, જેની પવિત્ર મનોવૃત્તિમાં જ્ઞાનનો પ્રકાશ પડેલો છે, જેઓ એકાગ્ર ધ્યાનવાન્ અને માનવાનું છે, તે મહા મુનિ પૂર્વોક્ત મોહનીયકર્મનો ઉપશમ તેમજ ક્ષય કરી નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરવાનો આરંભ કરે છે. અને તે ધ્યાનનો આરંભ પણ આ સોપાન ઉપર થાય છે.”
મુમુક્ષુએ ઉત્સુક થઇને પ્રશ્ન કર્યો - “ભગવન્, અહિં ધ્યાન કરનારા યોગીઓ કેવા હોય છે ? તેમનું કાંઇક સ્વરૂ સમજાવો તો મારી શુભ ભાવનામાં વૃદ્ધિ થશે.”
મહાનુભાવ બોલ્યા - “ભદ્ર, સાલંબન ધ્યાનનો ત્યાગ કરી નિરાલંબન ધ્યાનમાં પ્રવેશ કરનારા યોગીઓ ત્રણ પ્રકારના કહેવાય છે. (૧) પ્રારંભક, (૨) તન્નિષ્ઠ, અને (૩) નિષ્પન્નયોગ જે યોગીઓ સ્વાભાવિક રીતે અથવા કોઇના સંસર્ગથી વિરતિની પરિણતિ પ્રાપ્ત કરી કોઇ એકાંતે બેસી પોતાના મર્કટ જેવા ચપળ મનને રોકવાને માટે પોતાની દ્રષ્ટિને નાસિકાના અગ્ર ભાગે રાખી અને વીરાસનપર બેસી વિધિવડે સમાધિનો આરંભ કરે તેઓ પ્રારંભક જાતના યોગીઓ કહેવાય છે. પ્રાણ-વાયુ, આસન, ઇંદ્રિયો, મન, ક્ષુધા,