Book Title: Bruhat Sangrahani
Author(s): Jinbhadra Gani
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 7
________________ આ ભાષાંતર છપાવવાની સહાયને અંગે ગુરુણીજી લાભશ્રીજીનો સારો પ્રયાસ છે. તેમને આવા વિષય ઉપર બહુ પ્રેમ છે, તેમ જ તેઓ તેના સારા અભ્યાસી છે. યંત્રોની બુક તે ખાસ તેમના ઉત્સાહનું જ પરિણામ છે. ભાવનગરના શ્રાવિકા સમુદાય ઉપર તેમનો વિશેષ ઉપકાર હોવાથી અને અમદાવાદ વિગેરેમાં સારે ધર્મસંબંધ હોવાથી મદદ ઠીક મળી છે. તેનું લીસ્ટ આ સાથે આપવામાં આવેલ છે. એ સહાયકોને પણ અત્ર આભાર માનવામાં આવે છે. સહાય સારી મળેલી હોવાથી અને આ બુકોનો મોટો ભાગ સહાયકને ભેટ આપવામાં, તેમ જ તેના અભ્યાસી સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓને ભેટ આપવામાં થનાર હોવાથી આ બુકની કિંમત રાખવાની જરૂર નહોતી પરંતુ તેના ઈચ્છક સર્વને આ બુક ભેટ તરીકે મળી શકે નહીં તેથી ખર્ચ કરતાં પણ ઓછી કિંમત રાખવામાં આવી છે. એમાં પૈસા ઉપજાવવાને બીલકુલ હેતુ રાખવામાં આવ્યા નથી. જૈન શાસ્ત્રની અંદર પ્રવેશ કસ્વા માટે આવા ગ્રંથ ને તેના ભાષાંતરે પ્રવેશ દ્વારનું કામ કરે છે, તેથી થોડા વખત અગાઉ જ લઘુક્ષેત્રસમાસ ભાષાંતર સાથે બહાર પાડી તરતમાં જ આ ગ્રંથનું ભાષાંતર કરવાનું ને છપાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આજે અમે એ એક જાતની જ્ઞાનપ્રસાદી જેનવર્ગની આગળ ધરી અમારા આત્માને કિંચિત્ કૃતાર્થ માનીએ છીએ. પુનઃ વિસ્તૃત અનુક્રમણિકા વાંચવાની અને સ્કૂલના માટે મને જણાવવાની પ્રાર્થના કરી આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. ફાલ્ગન શુદિ પ્રતિપદા સંવત ૧૯૧ / કુંવરજી આણંદજી ભાવનગર.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 298