Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 7
________________ આ પ્રકરણનો સ્વાધ્યાય કરીને મહામના મહાપુરુષોને અને તેઓની મહાનતાને આપણે વંદન કરવું છે અને એ અભિનંદન આપણી પામરતાને દૂર કરી આપણને પરમતાની સમીપમાં લાવનારું બને એવી વિનંતિ તેઓશ્રીના ચરણમાં ગુજારવી છે. પૂ.પ્રવચનપ્રભાકર પરમતારક ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય નયવર્ધન સૂરીશ્વરજી મહારાજાની તારક આજ્ઞા થતાં આ પ્રકરણનો ગુર્જર અનુવાદ કરવાનો પુણ્ય પ્રસંગ પ્રાપ્ત થયો, જે પૂ. જૈનશાસનના મહાન જ્યોતિર્ધર, અમરયુગપુરુષ, પરમગુરુદેવ આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીમન્ના સિદ્ધાંતચુસ્ત શિષ્યરત્ન પૂ. અનુપમ સમતાનિધાન પરમોપકારી મુનિપ્રવર શ્રી નયદર્શન વિજયજી મહારાજની તારકદિવ્યકૃપાથી આજે સંપન્ન થયો છે. આ પ્રશસ્તકાર્ય બદલ હું જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું. મારા પૂ. ગુરુભગવંતશ્રીની અસીમકૃપાથી જ આરબ્ધ થયેલો અને તેઓશ્રીની પરમકૃપાથી જ પરિસમાપ્ત થયેલો આ મારો પ્રશસ્ત પ્રયાસ, મારા અને વાચકોના આત્મકલ્યાણ માટે થાય તેવી અભ્યર્થના..... ગુરુ પાપાપશશશુ મુનિહનયવર્ધન વિશ્વ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 114