Book Title: Rushimandal Stav Prakaranam
Author(s): Vijaynayvardhansuri
Publisher: Bharatvarshiya Jinshasan Seva Samiti

View full book text
Previous | Next

Page 6
________________ સંપાદકની સંવેદના.... આ ગ્રંથનું નામ છે શ્રી ઋષિમંડલસ્તવપ્રકરણ ! શ્રી ઋષિમંડલ સ્તોત્ર જુદું અને આ પ્રકરણ જુદું. એ સ્તોત્રના રચયિતા કહેવાય છે શ્રી ગૌતમસ્વામી મહારાજા. આ પ્રકરણના રચયિતા છે તપાગચ્છાધિપતિશ્રી ધર્મઘોષ સૂરીશ્વરજી મહારાજાના અજ્ઞાતનામ શિષ્યરત્ન. આપ્રકરણની અંદર, આ ચોવીશીમાં એટલે કે ચોવીશે તીર્થપતિઓના શાસનમાં થયેલ અનેક-અનેક ઋષિઓ-મહર્ષિઓ- પરમર્ષિઓના ઉત્તમ અવદાતોનો ઉલ્લેખ કરવાપૂર્વક તે તે મહાત્માઓ જય પામો- તે તે મહર્ષિઓને વંદન કરું છું.' આવા અંતિમ ચરણોથી અલંકૃત બનેલા શ્લોકો આ પ્રકરણની પરિમલ બની રહે છે. તે તે ઋષિવરો- મુનિવરોમાંથી કેટલાક પ્રસિદ્ધ મહાત્માઓના વૃત્તાંત છે, તો વળી કેટલાક અપ્રસિદ્ધ મુનિવરોના પણ વૃત્તાંત છે. પરમાત્માનું શાસન કેવું પ્રભાવવંતું છે ! કેવા-કેવા સાધક મહાપુરુષો આ શાસનમાં થયા છે !....' આવા આવા અનેક શુભભાવો આ પ્રકરણનો સ્વાધ્યાય કરતાં અનુભવાય તેવું છે. ભરહેસ૨ની સજ્ઝાયમાં કહ્યું છે કે, जेसिं नामग्गहणे, पावप्पबंधा विलयं जंतिप એ વાત અહીં બરાબર લાગુ પડે છે, કેમ કે આ બધા એવા ઋષિઓ મહર્ષિઓ છે કે જેઓશ્રીનું નામ ગ્રહણ કરવાથી પણ પાપના બંધનો નાશ પામે. આ પ્રકરણના રચયિતા મહાત્માશ્રીએ વિશાળ સાહિત્યમાંથી આ બધા અવદાતો ઉદ્ધૃત કરીને આપણને મહાપુરુષોની મહાનતા માણવા માટે એકત્રજ અવકાશ કરી આપ્યો છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 114