________________
૨૨
નીચે જ પારમેશ્વરી પ્રવ્રજ્યા સ્વીકારવાને નિરધાર કર્યો અને પૂ. ગુરૂદેવને વિજ્ઞપ્તિ કરી. પૂ. ભૂલચંદજી મહારાજાએ જોયું હતું કે-જીવ ઉત્તમ છે અને નવાણું યાત્રા સાથે તપશ્ચર્યા પણ મળેથી કરી છે, એટલે તૂર્ત જ દીક્ષા આપવાનું મુહૂર્ત કાઢ્યું. વિ. સં. ૧૯૪૪ ના ખીજા ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની સપ્તમીને દિને મંગલ પ્રભાતે, ભાઈ હરખચંદે પૂ. શ્રી મૂલચદજી મહારાજાના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. તેનું નામ મુનિ શ્રી હર્ષવિજયજી રાખી, પૂ. શ્રી યુટેરાયજી મહારાજાના શિષ્ય પંન્યાસ શ્રી આણંદવિજયજી મહારાજના શિષ્ય તરીકે તેને જાહેર કર્યો. અને શ્રી જૈનશાસ્ત્રોની વિધિ મુજબ ચેાગાહન કર્યા બાદ, તેએને વિ. સં. ૧૯૪૪ના વૈશાખ માસમાં શુકલ પક્ષની ત્રયેાદશીને દિને મંગલ પ્રભાતે વડી દીક્ષા આપવામાં આવી.
મુનિરાજ શ્રી હર્ષવિજયજીએ પ્રથમ ચાતુર્માસ પોતાના ગુરૂદેવ વિગેરેની સાથે પાલીતાણામાં કર્યું. અહીં તેઓશ્રીએ પ્રતિક્રમણના અભ્યાસ કર્યાં. બીજા ચાતુર્માસમાં પ્રકરણાદિને અભ્યાસ કર્યા અને શ્રી ખારસા સૂત્રનું વાંચન કર્યું. ત્રીજા ચાતુર્માસમાં સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ કર્યો અને ચેાથા ચાતુર્માસમાં તે પૂર્ણ કર્યાં. આ પછી તેએએ સંસ્કૃત કાવ્યાદિને તેમજ ધર્મગ્રન્થાના અભ્યાસ શરૂ કર્યા. તીવ્ર બુદ્ધિના યેાગે તેઓ જલ્દિ અભ્યાસમાં આગળ વધ્યા. અને જ્યારે કપડવુંજમાં કરેલ આઠમા ચાતુર્માસમાં પૂ. શ્રી મૂલચંદજી મહારાજાના ગુરૂભાઇ પૂ. શ્રી. નીતિવિજયજી મહારાજની નિશ્રા નીચે જ્ઞાનપંચમીની કથા વાંચી, ત્યારે તેઓના અભ્યાસ ઘણુંા જ વધી ગયેા હતેા અને ઉપદેશશક્તિ પણ ઘણી જ અસરજનક હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com