________________
અંકિત કરે છે કે-આ વિશ્વની સકલ પિદુગલિક સંપત્તિ અને સારાય વિશ્વપરની સત્તા કરતાં પણ એ સંપત્તિને અને સત્તાને, તેમજ એ મેળવવાની ઇચ્છાને પણ ત્યાગ, વધારે પૂજ્ય છે. ત્યાંથી જ જન ફળના બાળકના હૈયામાં ત્યાગભાવના ગેલ કરવા માંડે છે. આવી રીતે જેના અન્તરમાં ત્યાગની વિશિષ્ટ ભાવના જચી હોય, તેવો બાળક સાધુ થાય તે વિશ્વદીપક બને છે અને ગૃહસ્થ રહે તો પણ કળદીપક તે બને છે જ! એટલે જેટલે અંશે જેન કોમાંથી ત્યાગના આચાર-વિચાર ઘસાય, એટલે અંશે ભાવ પ્રજા ઉપર પણ અસર થાય.ભાઈ હરખચંદમાં બાલકાલથી જ ધર્મભાવના હોવી,એજેમપૂર્વભવના શુભ સંસ્કારોને આભારી છે, તેમ આ જૈનકુળને પણ આભારી છે. જ્ઞાનીઓએ આથી જ જૈનકુળની મહત્તા ગાઈ છે અને એની પ્રાપ્તિ માટે મહાપુણ્યની જરૂર દર્શાવી છે.
અસ્તુ. ભાઈ હરખચંદે આ રીતે ત્રીસ વર્ષ સંસારાવસ્થામાં વીતાવ્યાં. વિ. સં. ૧૯૪૪માં તેઓ નાશીકથી ખેરાલુ તરફ જતા હતા. રસ્તામાં સમાચાર મળ્યા કે–અમદાવાદથી પાલીતાણને છરી પાળ સંઘ જવાનું છે. આ સમાચાર સાંભળતાં તેમને શ્રી સિદ્ધગીરિજીની યાત્રા કરવાની ઉત્કટ ભાવના થઈ. “ઘેર તો જવાનું છે જ, પણ આ યોગ કયાંથી મળશે?”—આમ વિચાર કરીને આ ભાઈ હરખચંદ ખેરાલુ પાસેના પિતાના વતન તરફ જવાને બદલે અમદાવાદ સ્ટેશને ઉતરી પડ્યા અને અમદાવાદની કીકા ભટની પિળના રહીશ શેઠ પુંજાભાઈ દીપચંદ પુનાવાળાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com