Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 12
________________ પ્રાતઃકાળની સ્તુતિ ૧૯ સ્થિત છે અર્થાત્ રહેલા છે, તે પંચ પરમેષ્ઠી કહેવાય છે અથવા પાંચ પરમગુરુઓ પણ કહેવાય છે. એ પાંચેય પવિત્ર આત્માઓનું સ્વરૂપ સહજાત્મસ્વરૂપ છે. એમને શુદ્ધાત્મસ્વરૂપનો અનુભવ થોડો ઘણો પણ સરખો છે. હવે “બાર ગુણ અરિહંતદેવ, પ્રણમી જે ભાવે” શ્રી અરિહંત ભગવંતના પ્રથમ ૧૨ ગુણ જણાવે છે. અરિ એટલે કર્મરૂપી શત્રુઓને જેણે હંત એટલે હણ્યા છે તે અરિહંત. આત્માના ગુણોને ધાતનાર એવા ચારેય ઘાતીયા કર્મને જેણે ક્ષય કર્યા છે. દિગંબરમાં ‘અહંતુ’ શબ્દ વપરાય છે, જેનો અર્થ ‘પૂજવા યોગ્ય’ થાય છે. જેઓ ત્રણેય લોકના ઇન્દ્રો, મનુષ્યો દ્વારા પૂજાય છે. તેમનામાં અનંતગુણો હોવા છતાં મુખ્યત્વે બાર ગુણો નીચે પ્રમાણે છે :- તેથી એમનું ઓળખાણ થાય છે. - (૧) જ્યાં અરિહંત ભગવાનનું સમવસરણ રચાય છે, ત્યાં દેવતાઓ તેમનાં શરીરના માપથી બારગણું ઊંચું અશોકવૃક્ષ રચે છે. (૨) પુષ્પોની વૃષ્ટિ કરે છે, (૩) દિવ્યધ્વનિથી તેમની દેશનામાં સૂર પૂરે છે, (૪) ચામરો વીંઝે છે,(૫) પ્રભુના બેસવાને માટે રત્નજડિત સુવર્ણનું સિંહાસન રચે છે, પણ પ્રભુ તો તેના ઉપર અદ્ધર બિરાજમાન થાય છે. (૬) પ્રભુના મસ્તક પાછળ તેમના તેજને સંવરી લેનારું ભામંડળ રચે છે. તે ન હોય તો મુખના અત્યંત તેજને કારણે ભગવાનનું મુખ જોઈ શકાય નહીં. (૭) દુંદુભિ વગાડે છે. અને (૮) પ્રભુના મસ્તક ઉપર ત્રણ મનોહર છત્રોની રચના કરે છે. આ આઠ ગુણોને આઠ પ્રાતિહાર્ય કહેવામાં આવે છે. કારણકે તે પ્રતિહારી એટલે રાજસેવકની જેમ પ્રભુની સાથે રહે છે. એ આઠેય ગુણ દેવકૃત છે. હવે બાકીના ચાર તે પ્રભુના જ અતિશય એટલે પ્રભાવથી થાય છે. (૯) અપાય-અપગમઅતિશય એટલે જ્યાં જ્યાં પ્રભુ વિચરે છે, ત્યાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ એટલે દુકાળ, રોગ, મરકી વગેરે અપાયોનો એટલે અનિષ્ટોનો નાશ થાય છે. (૧૦) જ્ઞાનાતિશય એટલે પ્રભુ પોતાના કેવળજ્ઞાનના બળે સમસ્ત વિશ્વનું સંપૂર્ણ સ્વરૂપ જાણે છે. (૧૧) પૂજાતિશયના કારણે ત્રણેય લોકમાં રહેલા ઇન્દ્રો, દેવો, ચક્રવર્તીઓ, વાસુદેવ, રાજા મહારાજાઓ વગેરે સર્વ એમની પૂજા કરે છે. (૧૨) વચનાતિશયના બળથી તેમના કહેલા અર્થને દેવ, મનુષ્ય તથા પશુ પણ સમજી શકે છે. એવા અરિહંત પ્રભુના મુખ્યત્વે ૧૨ ગુણોને સ્મૃતિમાં લાવી જે બહમાનસહિત ભાવપૂર્વક તેમને પ્રણામ કરે છે તે ભવ્યાત્મા મોક્ષસુખના અનંત આનંદને પામે છે. હવે ‘સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દોહગ જાવે’ ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ સિદ્ધ ભગવાનમાં પણ અનંતગુણ હોવા છતાં તેમના મુખ્ય આઠ ગુણો વડે તેમની ઓળખાણ થાય છે. તે ગુણોનું સ્મરણ કરતાં આત્માર્થીજનના દુઃખ અને દોહગ એટલે સર્વ પ્રકારની સાંસારિક ઇચ્છાઓ નાશ પામે છે. સિદ્ધ ભગવંતના સર્વ કર્મો ક્ષય થવાથી અનંત ગુણો પ્રગટ થયા છે. પણ સર્વે કર્મોને મુખ્ય જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોમાં સમાવી લેવાથી, તે આઠ મુખ્ય કર્મોના ક્ષયથી જે આઠ મુખ્ય ગુણ પ્રગટ થયા તે નીચે પ્રમાણે છે – (૧) અનંતજ્ઞાન ગુણ આત્માની જ્ઞાન સંબંધીની અનંત શકિતને આવરણ કરનાર જ્ઞાનાવરણીયાદિ કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટેલ અનંતજ્ઞાન ગુણ. (૨) અનંતદર્શન ગુણ–આત્માની અનંત દર્શનશક્તિને આવરણ કરનાર દર્શનાવરણીય કર્મનો સર્વથા અંત આવવાથી પ્રગટેલ અનંતદર્શન ગુણ. (૩) અનંત અવ્યાબાધ સુખ ગુણ–વેદનીયકર્મ એટલે દેહના નિમિત્તે શાતા અશાતારૂપ બે પ્રકારના વેદનીય કર્મથી રોકાયેલ આત્માની અનંત અવ્યાબાધ સુખશક્તિ, તે વેદનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી પ્રગટેલ અનંત અવ્યાબાધ સુખ ગુણ. (૪) અનંત ચારિત્ર ગુણ-મોહનીયકર્મના કારણે આત્માનું વિપરીત શ્રદ્ધાન હોવાથી પરપદાર્થોમાં થતી રમણતાથી રોકાયેલ આત્માની અનંત ચારિત્ર શક્તિ, તે મોહનીયકર્મનો સર્વથા ક્ષય થવાથી આત્મામાં જ સંપૂર્ણપણે રમણતા થવાથી પ્રગટેલ અનંત ચારિત્ર ગુણ. (૫) અક્ષય સ્થિતિ ગુણ-આયુષ્યકમેના કારણે રોકાયેલ આત્માનો અક્ષય સ્થિતિ ગુણ; તે આયુષ્યકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી પ્રગટેલ આત્માનો અક્ષય સ્થિતિ ગુણ. (૬) અમૂર્તિક ગુણ અર્થાતુ અરૂપીપણાનો ગુણનામકર્મના કારણે આત્માની અમૂર્તિક દિવ્યશક્તિ રોકાઈ રહેલ, તે આ કર્મનો સંપૂર્ણ નાશ થવાથી પ્રગટેલ અમૂર્તિક ગુણ અથવા અરૂપીપણું. (૭) અગુરુલઘુત્વ ગુણ-ગોત્રકર્મના પ્રભાવે રોકાયેલ આત્માનો અગુરુલઘુત્વ ગુણ અથવા આત્માની અટલ અવગાહનરૂપ શક્તિ. હવે આ કર્મનો પણ સંપૂર્ણ ક્ષય થવાથી પ્રગટેલ અગુરુલઘુત્વ ગુણ. (૮) અનંતવીર્ય ગુણ-અંતરાયકર્મના કારણે રોકાઈ રહેલ આત્માની અનંત દાન, લાભ, વીર્ય, ભોગ, ઉપભોગ શક્તિ. હવે આ કર્મનો પણ સર્વથા ક્ષય થવાથી પ્રગટેલ આત્માનો અનંતવીર્ય ગુણ. ઉપરોક્ત ગુણો પ્રગટ થવાથી સિદ્ધદશાને પામી સિદ્ધાલયમાં બિરાજમાન સિદ્ધ ભગવાનની સ્મૃતિ કરવાથી, આત્માને પોતાની આવી અદ્દભુત સિદ્ધદશાનું ભાન થઈ જન્મમરણાદિ દુ:ખોનો ક્ષય કરવા માટે, માત્ર મોક્ષ અભિલાષ ઉત્પન્ન થાય છે. આચારજ ગુણ છત્તીસ” એટલે આચાર્ય ભગવંતના ૩૬ ગુણ મુખ્યત્વે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 148