________________
ઉપરોક્ત મુનિરાજના વચનથી દઢપ્રહારીનું દિલ શાંત થઈ ગયું. અને પાંચ મહાવ્રતને સ્વીકાર કર્યો. એટલું જ નહિ પણ આકરે અભિગ્રહ ધાર્યો કે જ્યાં સુધી આ ચાર હત્યાઓ યાદ આવે, ત્યાં સુધી મારે અન્ન પાણી લેવા નહિ. આ અભિગ્રહ સામાન્ય નથી. યાદ કરવાની વસ્તુ યાદ આવ્યા વિના રહેતી નથી.
એક વૈધરાજે દર્દીને ચરી પાળવામાં જણાવ્યું કે તમારે દવા લેતી વખતે દરાખ કે દાડમ યાદ કરવું નહિ. જે વસ્તુની ના પાડી હોય તે પહેલાજ યાદ આવી જાય છે. એ સહુને અનુભવ હોય છે. એટલે આ અભિગ્રહ ચરમ શરીર આત્માજ કરી શકે. મહાત્મા દઢપ્રહારીએ અભિગ્રહ પુરે કરવા આંતરક શત્રુઓનું દમન કરવા કુશસ્થળ નગરના દરવાજા પાસે જ કાઉસગ ધ્યાનમાં લીન થયા. આજ નગરમાં લુંટફાટ ખૂબ કરી હતી. ધાડ પાડી હતી. ઘણા જોને હેરાન કર્યા હતા. દુઃખી ર્યા હતા. હત્યા કરી હતી. તે વખતે ચેર, ડાકુ, લુંટારે ધાડપાડુ, ગુડે, બદમાસ, પાપી, નિર્દયી, ધૂતારે, ઠગ તરીકે પ્રસિદ્ધિને પામેલે હતો. તેજ વ્યક્તિને હાલમાં સાધુ વિશે ધ્યાનમાં રહેલ જોઈ લેકે તેના તરફ તિરરકારથી જોઈ ઢગી તરીકે માને તે પણ બનવા જોગ છે. જેથી નગરજને જતા આવતા તેના પ્રત્યે ધૂળ ઉડાડે છે. પથ્થરા ફેકે છે. ગાળે દે છે. લાકડી પરોણા મારે છે. એક કરે તેમ બીજા પણ કરે.