________________
શું ન સંભવે ? સર્વસંભવે.સર્વ દર્શનીઓના ધર્મોને જોઈ જોઈને સારી રીતે પરીક્ષા કરવાથી જેના સમાન બીજે કઈધર્મનથી એવા આહંતુ ધર્મને તેણેઅંગીકાર કર્યો.અનુક્રમે જેમ જેમ તેની ધર્મમાં પરિણતી વધવા લાગી. તેમ તેમ શ્રુતજ્ઞાન ઉપર તેનું બહુમાન વૃદ્ધિ પામવા લાગ્યું. શાસ્ત્રનું શ્રવણ કરવામાં અને તેનું પઠન પાઠન કરવામાં તે રાજાએ એવું તલ્લીન પણું કર્યું કે જેથી પ્રગટ એવા સુંદર સંગીતના રસમાં પણ તે રસ (આનંદ) રહિત થે. બહુશ્રુત એવા સાધુઓને બહુમાન આપીને તથા તેમને આશ્રય લઇને તેમજ શાસ્ત્રો લખાવવાં તથા જ્ઞાનના ઉજમણકરવાં ઇત્યાદિ કાર્યો કરીને તેને શ્રુતજ્ઞાનનું આરાધન કર્યું. ( આ પ્રમાણે પૃથ્વીપાલ રાજાએ મૃતનું આરાધન કરવાથી
સાધ્ય એવા પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયને સાથે. એકદા તે રાજા એકાગ્ર ચિત્તે શ્રતના અર્થની અત્યંત ભાવના કરતાં મેક્ષરૂપ મહેલની નીસરણ સમાન ક્ષેપક શ્રેણી પર આરૂઢ થયે તેજ વખતે તે રાજા કાલેકને પ્રકાશ કરનારૂં કેવળજ્ઞાન પામ્યો અને દેવોએ તેને મુનિનો વેષ આ પછી તે કેવળી રાજર્ષિએ પિતાના જ અનુભવેલા દષ્ટાંતને સ્પષ્ટ રીતે દેશનામાં કહીને ઘણા જીને શ્રુતજ્ઞાનના આરાધનમાં સાવધાન ર્યા. પછી પ્રતિબોધ પમાડવા લાયક ભવ્ય જીવોને પિતાના ઇતિહાસ વડે પ્રતિબોધ પમાડીને ચિરકાળ સુધી પૃથ્વી પર વિહાર કરી તે રાજર્ષિ એક્ષપદને પામ્યા.
૨૧