________________
અર્થાત્ જિનેશ્વરની આંગી પૂજાર્દિક વિશેષ ભક્તિ કરવી. ફળ નવેદ્યાદિ વિશેષે ચડાવવાં. જ્ઞાનપંચમીના દેવ વાંઢવાં. એકાવન માસમણ દેવા. જ્ઞાનના હુમાન માટે યોગ્ય સ્થળે સુશેભિત ચંદરવા પુંઠીયા વિગેરે બધાવી જ્ઞાન પધરાવવું અને અનેક અન્ય જીવે દન નિમિત્તે આવે તેવા આકર્ષક દેખાવ કરી જ્ઞાનની ભક્તિ જયણાં પૂર્વક કરવી. જ્ઞાનની પૂછ્યું ભણાવવી ગાનતાન કરવુ. ઈત્યાદિ કરીને અનેક ઉત્તમછવા જ્ઞાનના આરાધનમા તત્પર થાય તેમ કરવુ. આત્માના સર્વ લક્ષણામાં જ્ઞાન પ્રથમ પદ ધરાવે છે. તેના વડેજ આ જીવ ચેતન” ગણાયેલા છે. તે ગુણને પ્રગટ કરવા માટે જેમ બને તેમ વધારે પ્રયાસ કર્વાની આવશ્યક્તા છે.
આ જગતમાં ભવ્ય પ્રાણીઓના ચિત્તને ઉત્તમ રૂચિ ઉત્પન્ન કરનાર શ્રીમાન્ જૈનમતને વિષે સારભૂત સમ્યક્ આચાર પાંચ પ્રકારના કહ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વાય. એક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પ્રમાણે જ્ઞાનના પાંચ ભેદ છે. તે પણ અહી ‘કાલે રવિણુયે બહુમાને ་વહાણે તહય નિન્હવણે વજણ અય્ય તદુભએ અવિàા નાણમાયારા, એટલે અહીં કાળ વિનય વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચાર કહેવામાં આવશે અને તે શ્રુતજ્ઞાનમાંજ સભવ છે. તેથી અહીં શ્રુતજ્ઞાન વિશેજ અધિકાર છે એમ જાણવુ.