________________
૩૨૬
આ માટે શ્રી સિદ્ધસેન દિવાકરનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. પ્રતિક્રમણાદિ સૂત્રો બહુ શુદ્ધ ચોખ્ખા બોલવા જોઈએ. એક મીંડુ વધારવામાં કુતિના બદલે કુંતિ થઈ જાય. રંગના બદલે રગ થઈ જાય,એમાં અર્થને ફેરફાર થવાથી નુકશાન થાય છે. વ્યંજન અને અર્થ એ બંનેને અન્યથા કરવામાં આવે તો વિપરિતતા ઉભી થાય છે. માટે જ્ઞાનની આશાતના ન થાય અને આરાધના થાય તેમ વર્તવું યોગ્ય છે.
મહાનુભાવે ! પૂઆ. શ્રી નિર્ભયસૂરીશ્વરે રાજા વિગેરે ભવિજનોને જ્ઞાનની મહત્તા સમજાવી, જેથી ઘણા ભવિજનો જ્ઞાનની આરાધના કરવા ઉત્સુક થયા અને રાજકુંવર બનેલા ભાણકુંવરે તેમજ પ્રધાનજી અને બીજાઓએ પણ વિધિપૂર્વક ગુરૂ મહારાજ પાસે જ્ઞાનપંચમીની આરાધનાનું વ્રત લીધું. તે પ્રસંગને અનુસરીને જ્ઞાનપંચમીની બુમાંથી પૃથ્વી પાલરાજાનું દાંત જણાવેલ છે. કાલે, વિનય, બહુમાણે, વિગેરે ઉપર દરેકના દૃષ્ટાંત લેવાથી લખાણ વધી જાય, જેથી લીધેલ નથી.
હે ભાગ્યવાનો! આ રીતે શ્રુતજ્ઞાનનું માત્ર બહુમાન કરવાથી પણ તે ભવે કેવલજ્ઞાન તથા મેક્ષરૂપ ફલ મળે છે. એમ જાણુને શ્રુતજ્ઞાનનું આરાધનકરવામાં અત્યંત પ્રયત્નવાળા થાઓ.
સુજ્ઞો ! હવે આપણે છત્ર-ભાણકુંવરનું ચરિત્ર વિચારીએ જાણુએ. છત્રકુંવરના વેષધારી ભાણકુંવર હંમેશાં પ્રભુપૂજા ગુરૂ વંદન વ્યાખ્યાન શ્રવણ વિગેરે કરે છેજ. યથા યોગ્ય પચ્ચખાણ પણ કરે છેજ. ચૌદ નિયમ પણ ધારે છે. પોતાના વિદ્યાગુરૂનો