________________
૩૨૯
આ બાજુ ભીખારીઓએ રાજકુંવરને રાજતિલક થવાનો દ્વરે સાંભળે. સાંભળીને બહુ ખુશ ખુશ થઈ ગયા. મેવામીઠાઈ, વસ્ત્રો વિગેરે ખૂબ મળશે. એમ જાણી રાજી થયા, પણ સાચા રાજકુંવરને આ ઢંઢેરે સાંભળ્યા બાદ હઈયુ ચીરાઈ જાય એવું દુઃખ થયું. અરરર ખરે રાજયનો માલિક હું રહી ગયે. હવે શું કરવું તેનો જ વિચાર કરે છે. મારા પિતાજી પણ મલતા નથી. રાજમહેલમાં પણ જઈ શકાતું નથી. આ મારી કથની કોને કહી બતાવું?
આવતી કાલે જો મારા પિતાનો મેળાપ થાય તો જ કામ સિદ્ધ થાય. રાજમહેલમાં જાઉં પણ મારે ભીખારીનો વેષ જોઈ પિલીસ જવા દેજ નહી. છતાં એકવાર હિંમત કરી પ્રયત્ન કરું. એમ વિચાર કરી પરેઢીએ વહેલે રાજમહેલે જવાનો વિચાર કરી રાખે. ભીખારાઓ કહેવા લાગ્યા કે અલ્યા ભાણીયા તે સાંભળ્યું ને? રાજકુંવર આવતીકાલે રાજગાદીએ બેસવાના છે. ત્યારે આપણને ઘણી માવાદારમીઠાઈ મળશે અને સુખે પેટભરશું.
સાચે રાજકુંવર તે ભીખારી બનેલ ભાણીઓ કહે છે કે, ભાઈઓ હું વહેલે રાજદરબારમાં જઈ મીઠાઈ કપડા મેવા વિગેરે લઈ આવીશ. આ સાંભળી ભીખારાઓ જાણે છે કે આપણે ભાણી બહુ ચતુર અને ચાલાક થયો છે. જે તે સૌથી નાને પણ બોલવામાં હુશીયાર છે. થાકતો પણ નથી. ખરેખર આપણા કુલમાં કુલદીપક થશે. એમ વાત કરતા સહુ કેઈ સૂઈ ગયા છે