________________
૨૪
કરાવી દીધું. વળી રાજાએ ભૂવાઓને પણ બોલાવ્યા. એટલે તેઓ પણ સાધન સામગ્રી સાથે લઈને હાજર થયા. ભૂવાએ રાજાને નમસ્કાર કર્યો, રાજાએ પણ બે હાથ જોડી સત્કાર કર્યો ભૂવાએ તરત જ એક દેવ સ્થાનક બનાવ્યું. અંદર એક શ્રીફળ પધરાવ્યું. ચારે બાજુએ ઝાઝગાટ દીવા પ્રગટાવ્યાં અને ધમધમાટ સુધી ધૂપથી વાતાવરણ સુગંધમય બનાવી દીધું. તેમજ તાજા ફળ ફૂલ નિવેદ્ય રાજમહેલમાંથી મંગાવીને ધર્યો. આ બધું જોઈને રાજા પણ રાજી રાજી થઈ ગયા. હવે ભૂ જાજમ ઉપર બેઠે.વચમાં રાજકુંવરને બેસાડ્યા છે. સગા-સ્નેહીઓ જેમ જેમ આવતા જાય છે. તેમ તેમ જગ્યા જોઈ જોઈને બેસતા જાય છે. ડાલી ખાટલી પર બેસી ડાકલા પર ડાંડી મારી મારીને ડુંહ ડુંહ ડુંહ એવા અવાજો કાઢી રહ્યો છે. દેવ દેવીએના નામથી દુહા બેલાતા જાય છે. ઝાંઝ પણ જોર શોરથી વાગે છે. હવે ભૂવાના દેવ જાગ્યા. કેડીયુ કાઢી નાંખી ખૂણામાં મૂક્યુ. વાળ છૂટા મૂક્યા. થાળી ઝણઝણી ઉઠી અને ભૂવાને થર થર થર ધ્રુજારી છૂટી. તેના શરીરમાં જુદા જુદા મેલા ભૂત આવતા જાય છે. અને દેવ પ્રમાણેના જુદા જુદા હાવ ભાવ થાય છે. આ દેવ છે કે દેવી આવી છે. તે તેના હાવભાવ ચાળા ઉપરથી બોલવા ઉપરથી સમજનારા સમજી લે છે. આ વખતે પૂછવામાં આવ્યું કે તું કોણ છે અને શા માટે રાજકુંવરના શરીરમાં પેઠું છે. તારે શું જોઈએ છે તે કહેઆમ બોલાવવાના