Book Title: Shreechatra Bhankunvarno Ras
Author(s): Lalitmuni
Publisher: Mafatlal Chimanlal Jain

View full book text
Previous | Next

Page 533
________________ પ૧૦ - છત્રપુર તરફ પ્રયાણ કરતા નવા રસ્તે જાતા વચમાં નદી, નાળા, ગામે, નગરે થઈ એક ભારે વનમાં આવી પહોંચ્યા, લીલાછમ જેવા વૃક્ષની ઘટાઓ હતી ત્યાં એક તીર્થધામ જોવામાં આવ્યું, ઉંચા શીખરો ઉપર ધ્વજાઓ ફરકતી હતી, થંભો વિધવિધ કેરણીવાળા અને વિશાળ રંગ મંડપવાળુ જિનેશ્વરનું મંદિર હતું, તેમાં ભવ્ય મેટીકાયાવાળી જિનેશ્વરની પ્રતિમા જોતા જાણે સાક્ષાત્ અરિહંત બરાજ્યા છે. જિન ભક્તોને જિનેશ્વર મલ્યા, દુધમાં સાકર મળે તેમ આનંદ થયે, તરતજ પહેલા પ્રભુજીના દર્શન કરતા રેમરોમ હર્ષ વ્યાપી રહ્યો, અને વહેલાસર પ્રભુપૂજાની સામગ્રી તૈયાર થઈ જતાં ઉત્તમ જાતીના ફળ ફુલ નૈવેદ્ય દીપધૂપ સ્વસ્તિક વિગેરેથી દ્રવ્યપૂજા કર્યા બાદ ભાવપૂજામાં સારે રંગ જમાવ્યો, છત્રકુંવર સતાર અને ભાણકુંવર વીણા વગાડતા જિનધ્યાનમાં એકતાન થઈ જાય છે, આ પ્રસંગે ભદ્રા સમવસરણનો મહિમા નાચગાન દાંડીયાઓ સાથે રાસ દેરી ગુંથતા ગાય છે, અને બીજી સાતને પણ પોતે ગવરાવે છે, તેવી જ રીતે વળી ગુંથેલી દેરીઓ ગાતાંગાતાં છૂટી કરે છે. આ રાસ ડેરીમાં રહસ્ય સમાયેલું છે. આત્મા અષ્ટકર્મને બાંધે છે, ગુંથે છે, તેવી જ રીતે સમજણમાં આવી આત્મા નિગ્રંથ બની તેિજ અષ્ટકર્મને છોડીને તેડીને હળ બને છે,નિર્મળ બને છે જેઓ કર્મ ગુંથણી કરી જાણે પણ છોડી ન જાણે તે ૮૪ લાખ

Loading...

Page Navigation
1 ... 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544