Book Title: Shreechatra Bhankunvarno Ras
Author(s): Lalitmuni
Publisher: Mafatlal Chimanlal Jain

View full book text
Previous | Next

Page 537
________________ ૫૧૪ ધ્યેય સિદ્ધ કરવા માટે ભીખ માંગવાનું કામ છોડાવ્યું અને ધર્મશિક્ષણ આપવા માટે શિક્ષક રાખ્યા, ફરજીયાત રાખ્યા છતાં કોઈપણ નારાજ નથી. ધાર્મિક તેમજ વ્યવહારીક અભ્યાસ કર્યો બાદ પોતપોતાના કામે જાય છે, એકડે એકથી અને કક્કાબારાખડીથી ભણતા બહુ રાજી થાય છે, હોંશ વધવા લાગી જેથી કંઈને કંઈ નવું શીખવા માંડયું, ધાર્મિકમાં શ્રી નવકારમંત્ર વિગેરેથી ભણતાં ભણતાં ઇરિયાવહી–લે સત્યવંદન, નમુ થ્ય, વિયરાય, અભુટ્ટીઓ, વિગેરેમાં આગળ વધવા લાગ્યા કેઈ ધીમેતે કઈ જલદી,પણ ભણવામાં રસ થવા લાગે. વ્યવહારમાં પણ કાઈ નામુ લખુ શીખ્યા, કઈ શિક્ષકનું કામ. કેઈ શીલ્પી. કેઈ કટલેરી, કોઈએ મણીયારી દુકાન કરી, કેઈ કાપડીયા થયા, કેઈ ઝવેરી એકસી બન્યા, કેઈ રાજ્યમાં અધિકારી બન્યા, કેઈ ત્રાંબા પીત્તળ કાંસા ચાંદીના નકશીદાર વાસણનું કામ શીખ્યા, કેઈ લાકડાની કેરણી, કેઈ સુતારીકામ, એમ બુદ્ધિ અનુસાર આગળ વધતા ગયા. બેનો પણ ભરતગુંથણકામ, શીવણકામ વિગેરે ઘરગથ્થુકામમાં જાણવા લાગી, જેથી સુખેથી નિર્વાહ કરતાં કરતાં ધર્મકરણી કરતા પણ થયા, જિને શ્વરનીવાણી ગુરૂમુખેથી સાંભળતા રાત્રિભોજન ન કરાય વાસી અન્ન ન ખવાય એમ સમજતા થયા એટલું નહીં પણ વર્તનમાં મૂકવા લાગ્યા, વળી ઉપકાર કરતા પણ શીખ્યા, આ રીતે પિતાના કુટુંબને ધીરે ધીરે મુક્તિ ધ્યેય ઉપર ચડાવ્યા.

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544