________________
- શ્રુતજ્ઞાનનું આરાધન સમ્યફ રૂડે પ્રકારે જ્ઞાનાચારના આચરણની નિપુણતા હોય તો જ સંભવે છે, અને તે જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે.
કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિન્દવ, (નહીં ગોપવવું તે) વ્યંજન એટલે અક્ષર, અર્થ તે બંને (અક્ષર અને અર્થ) એ આઠને વિષે જ્ઞાનાચાર આઠ પ્રકારનો છે.
(૧) કાળે એટલે સૂત્રની પિરસીને વિષે સૂત્ર ભણવું અથવા ગણવું, અને અર્થની રિસીમાં અર્થ ભણે અથવા ગણે. શ્રી આચાર પ્રદીપ ગ્રંથની અંદર મુનિરાજને સૂત્રે ભણવા માટે આગમમાં કહેલ કાળ બતાવીને પછી અકાળ અહંકારાદિક વડે ભણવા ગણવાથી આજ્ઞાભંગ, જ્ઞાનાચારની વિરાધના વિગેરે દે લાગવાથી પ્રાયશ્ચિત્ત લેવાનું કહ્યું છે. તેમજ અકાલે સ્વાધ્યાય કરવાથી પ્રમત્તપણાને લીધે દુષ્ટ દેવતા પણ તેને છળે છે. વિગેરે કહ્યું છે. તે બાબત નિશિથ ભાષ્યમાં આ પ્રમાણે કહ્યું છે કે–પહેલી અને છેલ્લી સંધ્યા સમયે, મધ્યાન્હ સમયે અને અર્ધરાત્રિ સમયે એ ચાર સંસ્થાઓ વખતે જે મનુષ્ય સ્વાધ્યાય કરે છે, તેણે આશાદિકની વિરાધના કરી છે એમ જાણવું, જોકે શ્રુતનો ઉપયોગ (ભણવું ગણવું) તથા તપઉપધાન અત્યંત શ્રેષ્ઠ કહેલાં છે. તે પણ નિષેધ કરેલા કાળે કરવાથી તે કર્મબંધને માટે થાય છે.
સંધ્યાકાળે આહાર, મૈથુન, નિદ્રા, અને સ્વાધ્યાય એ ચાર