________________
કર૩
કર્મને વિશેષ કરીને વર્જવા કેમકે સંધ્યાકાલે આહારકરવાથી વ્યાધિ થાય છે.મૈથુન કરવાથી દુષ્ટ ગર્ભ ઉત્પન્ન થાય છે. નિદ્રા કરવાથી ધનનો નાશ થાય છે. અને સ્વાધ્યાય કરવાથી મરણ થાય છે. તેથી કરીને શ્રપાઠાદિક કહેલ વખતે જ કરવા યુક્ત છે. કદાચ કઈ વિશેષ કારણને લીધે કાળનો અતિક્રમ થાય, તે તેમાં દોષ નથી. તે પ્રમાણે નિશિથ સૂત્રાદિક્યાં અનુજ્ઞા આપેલી છે.
વળી ખેતી, વેપાર, અને સેવા વિગેરે પણ અવસરેજ કર્યા હોય તે તે બહુ ફળદાયક થાય છે. જેમ સમયે કરેલું ખેતી કર્મ બહુ ફળવાળુ થાય છે. તે જ પ્રમાણે સર્વ ક્રિયાઓ પોતપોતાના કોલેજ કરવી યોગ્ય છે.
(૨વિનય એટલે ગુરૂ,જ્ઞાનવાન, જ્ઞાનના અભ્યાસી, જ્ઞાન, જ્ઞાનના ઉપકરણ પુસ્તક વિગેરેની સર્વ પ્રકારની આશાતનાનો ત્યાગ કર, તથા તેમની ભક્તિ વિગેરે યથાયોગ્ય કરવી, અને ગુરૂનો તથા જ્ઞાનવાનનો વિનય પ્રગટપણે ઉભુ થવું, આસન આપવું, શય્યા કરી આપવી, હાથમાંથી દડો લઈ લે, પગ દેવા, પગચંપી કરવી, વંદના કરવી, આજ્ઞા પ્રમાણે વર્તવું, તથા સેવા કરવી વિગેરે જાણ. વિનયના માટે ઘણું ઘણું કહેવા જોગ હોય છે પણ ટુંકમાં સમજી લેવું.
(૩) બહુમાન–શ્રુતજ્ઞાનના અર્થીએગુરૂને વિષે બહુમાનધરાવવું. બહુમાન એટલે અંતઃકરણની પ્રીતિ. બહુમાન હોય તો જ ગુરૂ વિગેરેની ઈચ્છાનુસાર વર્તણુક, તેમના ગુણનું ગ્રહણ, દેષનું