________________
૪૯૭
અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમ સુધી સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન નિયમિતછે.એમના જ્ઞાનમાં અશભર પણ ખામીનથી. પણ અંતર્મુહૂતમાં જે અહીં ક્રિયાથી કાર્ય થાય તે ત્યાં ૩૩ સાગરોપમના ટાઈમમાં પણ તેવું કાર્ય તે કરી શકે નહી. કારણ કે તે ભવક્રિયા માટે નાલાયક છે. આથી જ્ઞાન જરૂરી છતાં ફળ દેવા સમથ ક્રિયા છે.
સભ્યજ્ઞાન પૂર્ણાંકની સમ્યકક્રિયા હૈાય તેાજફળ થાયછે.જ્યાં જ્યાં સભ્યજ્ઞાન ન હોય ત્યાં ક્રિયા ફળ આપતી નથી, માટે અજ્ઞાનથી કે જ્ઞાનથી બંને જગ્યા પર ક્રિયા હાય પણ કારણતા સમ્યગજ્ઞાન જ ગણાવુ જોઇએ. દુઝણી ગાય આગળ દુધ કાઢવાની રીતીએ હાથની ક્રિયા કરીએ તા દુધ નીકળે છે પણ વાંઝણી ગાયમાંથી ન નીકળે, હાથની ક્રિયા બને જગા પર એક સરખી છે. પણ ગાય દુઝણી જોઈએ અને હાથનીક્રિયા જોઈએ,ત્યારેજ દુધની પ્રાપ્તિ થાય છે. દુઝણી ગાય છતાં દેવાની ક્રિયા ન થાય તા દુધ ન મળે. માટે દુધ ઉત્પન્ન થવામાં પણ ભલે ગાય કારણ હાય. પણ દુધ મેળવવામાં તે દાવાની ક્રિયા હાય તાજ દુધ મળે છે. માટે જણાવ્યું છે કે ક્રિયા એજ પુરૂષને ફળ આપનારી છે. જ્ઞાનમાત્રથી કાર્ય દિવસ ફળ થયું નથી. જ્ઞાન પણ જોઈ એ અને તે ક્રિયા પણ જોઈએ જ્યાં સમ્યગજ્ઞાન ત્યાં ફળ, અને જ્ઞાન ન હાય તેા ફળનો અભાવ. અહીં સમ્યગજ્ઞાનથી થયેલી પ્રવૃત્તિ એ ફળ દેનારી હોવા છતાં પણ સમ્યજ્ઞાન સાથે ફળ દેનાર છે. જ્ઞાનને ઉડાડી દેતા ક્રિયાના નયને દુય કહેવાય છે.
૩૨