________________
૧૫૪
નવમી ઢાળનું વિવેચન મહાનુભાવે ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે તે ખરેખર સાંભળવા જેવી જ છે. આપણે જોતા આવ્યાં છીએ કે જગતમાં ચેતનની અને જડની રમત ચાલ્યા કરે છે. પુદગલ કર્મ તે તે જડ છે. તેનામાં મમતાપણું, મારાપણું હોતું નથી. પણ ચેતન- રાય મોહ મમતામાં પડે છે, મુંઝાઈ રહ્યો છે. તેજ મોટામાં મેટે રેગ છે. તે રોગમાંથી મુક્ત થવા કર્મનું સ્વરૂપ કેવું છે. તેનું જાણપણું કરે અને આત્મ સ્વરૂપને પિછાણ..
આત્મા એ અસંખ્ય પ્રદેશને સમૂહ છે. આત્મ પ્રદેશ આખા શરીરમાં ફેલાઈને રહેલા છે. સોયની અણી જેટલા ભાગમાં પણ આત્મ પ્રદેશો અસંખ્ય સમજવા. દીવાનો પ્રકાશ ચારે તરફ ફેલાય છે. ડબામાં રાખે તે ડબા જેટલે પ્રકાશ અને પેટીમાં રાખો તો પેટીમાં પ્રકાશ સમાય છે. ઘરમાં મૂકે તે આખા ઘરમાં પ્રકાશ ફેલાય છે. જેથી પ્રકાશ વધતું નથી પણ આત્મ પ્રદેશો સંકેચ વિકાસ થયા કરે છે. શરીર નાનું હતું ત્યારે તે સંકોચાઈને રહ્યો હતો અને જેમ જેમ શરીર વધતું ગયું, મોટું થતું ગયું, લાંબુ પહોળું થતું ગયું, તેમ તેમ આત્મ પ્રદેશે વિસ્તાર પામીને રહે છે. સુજ્ઞો ! આત્મા એક અખંડ પદાર્થ છે. તેના મધ્ય ભાગમાં આઠ રૂચક પ્રદેશો છે તે રિથર હૈય છે તે સિવાયના બીજા બધાએ આત્મ પ્રદેશે ઉકળતા પાણીની પેઠે (ખદબદ) અદલિત થાય છે.