________________
.
૩ર૭
ઘણો વિનય કરે છે. વિનયથી વિધા મળે છે. વિદ્યાગુરૂજીની કૃપા પણ ઘણી છે. કોઈ પૂર્વના પુણ્યથી સંજોગ બધા સારા મળી જાય છે. સાથેસાથે પૂર્વના સંસ્કાર હોય તે પણ વિકાસને પામે છે, જે જે વેચે તે મોઢે થઈ જાય છે.
મહાનુભા! બીજી તરફ વિચાર કરતાં ખરે જે રાજપુત્ર તે પણ બધી વાતે હોંશીયાર છે. રાજય હક્કના ધ્યેયમાં દુખના ભારને ગણતો પણ નથી. તેમ નીતિનો પણ જાણ છે જ પણ તેના પુણ્યમાં કચાસ છે. જેથી ધર્મનું શિક્ષણ મેળવવા ભાગ્યશાળી થઈ શક્યો નથી, પણ વ્યવહારીક શિક્ષણ એકલું જ મેળવેલ છે જે સંસારની વૃદ્ધિના કારણરૂપ કહી શકાય. આમ છતાં સાચા રાજકુંવરમાં ઉદારતા છે, નીતિવાન છે. એટલું તો ચક્કસ જાણી શકાય છે. જેથીજ સમતા ભાવે ભીખારી પણામાં દિવસે વ્યતીત કરે છે. હવે આગળ શું થાય છે તે સાંભળો.
મહાનુભાવો ! હવે રાજા પિતાનો રાજપુત્ર હુશીયાર બધી રીતે થયેલ છે, તેમ જાણી વિચાર કરે છે કે, મારી હવે અવરથા થઈ છે, માટે નિવૃત્તિ લેવી જોઈએ, અને પરભવને સુધારવા પ્રયત્ન કરે ઈ એ. કુંવર રાજગાદીને ગ્ય છે, માટે મારી હયાતીમાંજ કુંવરને રાજગાદીએ બેસાડું જેથી ધર્મ કાર્ય કરવામાં કઈ ચિંતા રહે નહિ, અને દુર્લભ એવો મારે મનુષ્યભવ પણ સુધરે. આવા પ્રકારનો વિચાર કરી પ્રધાનને બોલાવી પિતાના મનના જે વિચારે હતા તે પ્રધાનને જણાવ્યા. પ્રધાન પણ