________________
જીવાત્માને પરિભ્રમણનું કારણ કર્મ છે અને કર્મનું કારણ જીવનું અજ્ઞાન છે. જીવ જ્ઞાન પામે-બોધ પામે તો મનને વશ કરી શકે છે. વશ થયેલું મન પ્રાપ્ત થયેલાં બોધ અનુસાર દેહ પાસે ધર્મ ક્રિયા કરાવી શકે છે અને પરિણામે મોક્ષનું કારણ પણ મન બની શકે છે.
અજ્ઞાન દશામાં જીવાત્માનું મન, પરપદાર્થ પ્રત્યે, રાગ, દ્વેષ, મિથ્યા માન્યતા, મિથ્યા આગ્રહો વગેરે અનિષ્ટોને સેવે છે. આવી અવસ્થાને જૈન પરિભાષામાં આશ્રવ કહે છે. આશ્રવ અર્થાત્ કર્મબંધના કારણોની આવક. કારણ વિના કાર્ય સંભવતું નથી એ ન્યાયે જો જીવાત્મા કર્મબંધનું કારણ સેવે નહીં તો તેને કર્મબંધ પણ થઈ શકે નહીં. જો કે જીવાત્મા અજ્ઞાનવશ પ્રત્યેક સમયે કર્મબંધનાં કારણો સેવતો જોવામાં આવે છે. આશ્રવથી બચવા, સંવર ભાવના ચિંતવવાનો બોધ જ્ઞાનીઓએ કર્યો છે, જે હવે પછી વિચારીશું.
BACAU, Loucnx 65 BRERA