________________
દેહત્યાગતા પૂર્વે (૧૭ દિવસ પહેલા) સ્વવૃતાંત વ્યક્ત કર્યો તેમાં દેહમાં પારાવાર વેદના છતા જે સમભાવ, સમાધિભાવમાં સહેજે રહી શકતા હતા તે તરફ ઈશારો કરતા જણાવ્યું કે :
જે સ્વરૂપ છે, તે અન્યથા થતું નથી એજ અદ્ભુત આશ્ચર્ય છે, અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે.”
આત્મસ્વરૂપમાં ઉપયોગ એટલો ગાઢ સ્થિર થયો છે કે ઉદયાનુસાર શરીરની પીડા પ્રત્યે લક્ષ જતો નથી. અશાતાનું વેદન પણ શાતારૂપ માનીને નિર્વિકલ્પ સમાધિભાવમાં રહેવાનો પુરુષાર્થ પણ સહજ બની ગયો છે.
છેવટની કાવ્ય રચના દેહત્યાગ પહેલાના ૧૧માં દિવસે કરી છે, તેમાં જે સાધક-યોગી અનંત સુખસ્વરૂપ મોક્ષને ઇચ્છે છે તેને ઉદ્દેશીને આ રચના થઈ છે તેમ બાહ્યથી જોતા લાગે છે, પરંતુ તેવા કોઈ યોગીપુરુષ એ સમયે પરિચયમાં તો હતા નહીં. તે જોતા આ બોધ પણ પોતા પ્રત્યે જ થયો જણાય છે. સાધનાનાં કેટલાક સ્થાનકો બતાવ્યા પછી છેવટે સાધકની ત્રણ ભૂમિકા બતાવી અને છેલ્લી ઉત્કૃષ્ટ સાધક દશા આ પ્રકારે બતાવી છે :
“નહીં તૃષ્ણા જીવાતણી, મરણયોગ નહીં ક્ષોભ;
મહાપાત્ર તે માર્ગનાં, પરમ યોગ જિતલોભ.” ઉત્કૃષ્ટ સાધકદશામાં જેને જીવવા માટે મોહ કે તૃષ્ણા રહેતી નથી, તેમ જ મરણ નિકટમાં જાણીને જરા પણ ક્ષોભ પામતા નથી. આવો સાધક મોક્ષ માર્ગનો મહાન પાત્રતાવાળો છે, જેને મોક્ષનો પણ લોભ નથી, કેવળ નિજસ્વરૂપસ્થ દશામાં જ રમણતા કરવામાં રસ છે. આવો પરમયોગી મહાત્મા
આ કાળમાં જોવા, જાણવા કે અનુભવમાં આવે તે અદ્ભુત, પરમ આશ્ચર્યરૂપ ઘટના છે. કાવ્ય રચનાનું સમાપન કરતા એક ગાથામાં સમસ્ત સંસારનું સ્વરૂપ સંક્ષેપમાં આ પ્રકારે જણાવ્યું છે.
ઇakબે પ્રજ્ઞાબીજ •255 views