________________
જીવ તો નિરંતર આ બન્ને ક્રિયા કરતો જ રહે છે, આમ કરતા અનંતકાળ ગયો તે જોતા આમાંથી મુક્તિ મળે તેમ દેખાતું નથી. શુભ કે અશુભ બને ક્રિયાનું પરિણામ તો સંસારનું કારણ છે. હવે જો જીવાત્માને આ બન્ને પૈકી કોઈ જ ક્રિયા ન કરવાની હોય તો ત્રીજી કઈ ક્રિયા કરવી ? તે પ્રશ્ન ઉઠે છે કેમ કે જીવને તો મોક્ષનો લક્ષ છે. તો શું કરવું ઘટે તે પ્રશ્નનું સમાધાન શું ? શ્રી ગુરુ આ પ્રશ્નનું સમાધાન ગાથા ૮૯-૯૦૯૧માં કરે છે.
જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ;
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ.” હે શિષ્ય જે શુભાશુભ કર્મ સંસારનું કારણ છે, તે કારણને જ જો સેવવામાં ન આવે તો સંસાર ક્રમે કરી ક્ષય થઈ શકે છે. જીવાત્મા અનાદિથી સંસારમાં રહ્યો છે અને શુભ-અશુભ કર્મ જ કરતો રહ્યો છે. જેથી સંસારથી મુક્ત થયો નથી તે ખરું છે પણ કર્મ કરવાથી તે બંધાયો નથી, કર્મ કરવાની આસક્તિથી બંધાયો છે. આવું જ્ઞાન થયું નથી માટે બંધાય છે અને ભોગવે છે ફરી તે ભોગવતા સમયે અજ્ઞાનવશ નવું કર્મ આસક્તિથી જ બાંધે છે. આ ચક્રનો અંત ત્યારે જ આવે, જ્યારે જીવને આ ભૂલ છે તેમ સમજાય. આ સમજ તે યથાર્થ જ્ઞાન થયે આવે છે, માટે જ સમ્યક જ્ઞાનને મોક્ષનું કારણ કહ્યું છે. સંસારનો ક્ષય એ જ મોક્ષની સ્થિતિ છે. જીવાત્મા સ્વભાવમાં હોય ત્યારે કર્મ બાંધતો નથી, માત્ર વિભાવમાં અર્થાત્ સ્વભાવની બહાર જાય ત્યારે જ કર્મ બાંધે છે. વિભાવમાં જવાનું કારણ અજ્ઞાન છે. આમ સમજાય
Araba veuolex • 164 Balada