Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 292
________________ હેતએ જ કરે છે. રાત્રી દિવસ આત્માનું જ ચિંતન છે, રટણ છે, દેહ પ્રત્યે કેવળ ઉદાસીન છે, સંસારનાં સર્વ સંબંધો-સંગ પ્રત્યે પણ ઉદાસીન છે. એકાંતવાસ જેને પ્રિય છે. અને અંસગભાવથી સંગમાં રહેતા જોવા મળે છે. આવાં ગુરુ પરમગુરુ કહી શકાય અને તેવા ગુરુ જ જીવોનાં કલ્યાણનું નિમિત્ત કારણ બની શકે છે જીવાત્માને આવા સદ્ગુરુનો યોગ થવામાં પૂર્વનું મહાપુણ્ય કારણભૂત હોય છે. સદ્દગુરુનો મહાન ઉપકાર છે તે વાતનું નિરંતર સ્મરણ કરાવે તેવો આ મંત્ર છે. જે જીવાત્માને આવા સદૂગરનો યોગ નથી થયો તે જીવ આ મંત્રનાં રટણથી તેવા સદ્દગુરુના યોગ થવા માટે પણ ભાવના કરતો રહે તો પૂર્વકર્મનું આવરણ-અંતરાય કર્મનું આવરણ તોડીને સગરનો યોગ પામે છે. સમાધિમરણનું કારણ પણ આ મંત્ર છે. આયુષ્યનો યોગ પુરો થવા આવ્યો હોય અને અભ્યાસથી આ મંત્રનું રટણ છેલ્લી અવસ્થામાં રહે અને દેહ ત્યાગ થાય તો તેનું મરણ સમાધિપૂર્વકનું હોવાથી ઉત્તમ ગતિનું કારણ બને છે. હાઇકત્રિ પ્રજ્ઞાબીજ 292 bike

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304