Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 302
________________ દશા પ્રગટપણે વધુ ઓછી હોય છે. માનવજીવો પુરુષાર્થ કરીને પોતાની જ્ઞાન દશા વર્ધમાન કરી શકે છે અને પ્રજ્ઞાવંત બને છે. પ્રજ્ઞા = પ્રકષ્ટ જ્ઞાન, નિર્મળ આત્મજ્ઞાન, બાધા રહિત આત્મજ્ઞાન. આવું પ્રકૃષ્ટ જ્ઞાન, જીવ-અજીવનો સૂક્ષ્મભેદ કરી શકે છે. આ ભેદ જ્ઞાનનો વિષય છે. ભેદજ્ઞાન થયા વિના આત્મકલ્યાણની પ્રવૃત્તિ યથાર્થ થતી નથી અને એમ થયા વિના આત્મા સર્વથા મુક્ત થતો નથી, મોક્ષ થતો નથી. પરમ કૃપાળુ દેવ શ્રીમદ્જીએ ૧૬ વર્ષની વયે મોક્ષમાળાનું “બાલાવબોધ” નામે પ્રથમ પુસ્તક લખેલું. ત્યારબાદ ભાવના કરેલી કે આગળ પ્રજ્ઞાવબોધની રચના થાય. બાલાવબોધ ધર્મજીજ્ઞાસુ બાળજીવો માટે ખૂબજ ઉપકારી છે. ધર્મમાર્ગમાં આગળ વધેલા સતુજીજ્ઞાસુ, પરમજીજ્ઞાસુ જીવોને ઉપકારી થાય તેવો ગ્રંથ પ્રજ્ઞાવબોધ નામે પ્રસિદ્ધ થાય તેવી ભાવના હતી. પોતાના આયુકાળમાં એ કાર્ય થયું નહીં, જેથી આગળ કોઈ આ કાર્ય કરશે. તેવો ભાવ વ્યક્ત કરેલો. પ્રજ્ઞાવબોધનાં ૧૦૮ પાઠની વિષય સૂચિ પણ આપી ગયા છે. શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં તે સૂચિ આંક ૯૪૬માં દર્શાવી છે અને તે સૂચિને અનુસરતા પ્રજ્ઞાવબોધ નામે બે ગ્રંથો પછીથી પ્રસિદ્ધ થયા છે. જેમાનો એક પૂ. શ્રી બ્રહ્મચારીજીએ અને બીજો ડૉ. ભગવાનદાસે લખેલા છે. બન્ને ગ્રંથો અભ્યાસવા યોગ્ય છે. આ જીવે તેનું અવલોકન કર્યું છે. ૫. ક. દેવે આપેલા વિષયો ભારે ગહન છે. શાસ્ત્રનાં ઉંડા અભ્યાસુ હોય તેનું જ આવા વિષયો ઉપર લખવાનું બને અને ખરેખર એવા જ બે મહાનુભાવોએ આ કાર્ય સારી રીતે પાર પાડ્યું છે. આ ગ્રંથ લખનાર આત્માને એવુ લક્ષમાં આવ્યું કે અગાસ આશ્રમ તરફથી ઘણાં ગ્રંથો પ્રકાશીત થયા છે અને રૂચિપૂર્વક તે ગ્રંથો મુમુક્ષુઓ વાંચે છે, વિચારે છે, પરંતુ પૂ. બ્રહ્મચારીજીનો આ પ્રજ્ઞાવબોધ ગ્રંથ કે ડૉ. ભગવાનદાસનો ગ્રંથ મુમુક્ષુ સમુદાયમાં બહુ પ્રચલિત થયો જણાતો નથી. તેનો બહુ વિચાર કરતા એમ મને લાગ્યું કે વિષયો મૂળભૂત રીતે ગહન છે તે સામાન્ય મુમુક્ષુઓને કઠણ લાગતા હશે. તે ઉપરથી મને પ્રેરણાં થઈ કે ઇAિZA પ્રશાબીજ • 302 bookઇ8િ

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304