Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 301
________________ બોધપાઠ-૧૦૮ 0 પ્રજ્ઞાબીજ છે સર્વજ્ઞ શ્રી વીતરાગ પ્રભુએ પ્રત્યેક જીવને જ્ઞાનયુક્ત કહ્યો છે. કોઈ પણ જીવ, કોઈ પણ અવસ્થામાં કેવળ જ્ઞાનરહિત હોતો નથી. નિગોદ, નારકી, તિર્યંચ, દેવ, એકેન્દ્રીયથી પંચેન્દ્રીય, વાયુકાય આદી છ કાય જીવો, સર્વ જ્ઞાન યુક્ત છે. માત્ર અજીવ પુદ્ગલ દ્રવ્ય જ્ઞાનરહિત હોય છે. અજ્ઞાન પણ જ્ઞાનની જ પર્યાય છે, ત્યાં જ્ઞાનનો અભાવ નથી, વિપરીત જ્ઞાનને અજ્ઞાન કહેવાયું છે. અથવા જ્યાં આત્મજ્ઞાન નથી તે પણ અજ્ઞાન કહેવાય છે. આમ પ્રત્યેક જીવનો મૂળ ગુણ તે જ્ઞાન, સર્વ અવસ્થામાં હાજર છે જ. જીવ જ્ઞાતા છે અને જ્ઞાન એ તેનો નિજગુણ છે. જીવ નિત્ય છે જેથી તેનો જ્ઞાન ગુણ પણ નિત્ય છે. આ જીવ સબંધી મૂળભતુ જ્ઞાન છે. હવે પ્રશ્ન થશે કે બધા જીવોને જ્ઞાન છે તો જ્ઞાનદશા કેમ ભિન્ન-ભિન્ન જોવામાં આવે છે ? તેનું સમાધાન જ્ઞાની આપે છે કે કેવળજ્ઞાન દશાથી નીચેની કોઈ પણ દશામાં જ્ઞાન ગુણને થોડું કે વધારે આવરણ છે, તે કારણે જ્ઞાન ની&િઇટને પ્રશાબીજ • 301 base

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304