Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 294
________________ બીજો અર્થ એમ થઈ શકે કે પરમગુરુ તો સર્વજ્ઞ-વીતરાગ-કેવળી ભગવાન જ છે. પણ સર્વ કાળમાં, સર્વ જીવને આવા પુરુષનો યોગ બનતો નથી તો તેવા વિયોગનાં કાળમાં જીવે સર્વજ્ઞ-વીતરાગનાં માર્ગનાં ઉત્તમ સાધક કે જેને કોઈ ગ્રંથી નથી, આગ્રહ નથી. મોહની ગ્રંથિ અતિ શિથિલ થઈ છે અને સિદ્ધપદની પ્રાપ્તિ અર્થે નિરંતર પુરુષાર્થ કરે છે તેને પરમગુરુ પદે સ્વીકારીને જીવાત્મા બોધ પામીને મુક્ત થઈ શકે છે. આવા નિગ્રંથ મહાત્મા વીતરાગ માર્ગની આજ્ઞામાં નિરંતર રહેતાં હોય, ઋહારહિત થયા હોય, દૃઢ વૈરાગ્યમય પ્રવર્તન હોય તે જીવોને મુક્ત થવામાં ઉપકારી થઈ શકે છે. આમ આ ત્રણે મંત્રોની ઉત્તમ ભાવના લક્ષમાં રાખીને, પોતાનાં ચંચળ મનને નિયંત્રણમાં લાવીને, પરમાત્મા અને પરમગુર, સદ્દગુરુની આજ્ઞામાં રહીને લક્ષ સિદ્ધ થવાનો ઉગ્ર પુરુષાર્થ કરે તો સિદ્ધિ તેને માટે દૂર નથી, સહજ છે આ કાળનાં ઘણાં ઘણાં જીવો આ પ્રકારે મંત્રનું આરાધન કરી રહ્યા છે. શાસ્ત્રોની સમજ પડતી ન હોય તેણે નિરાશ થવાની જરૂર નથી. મંત્ર સ્મરણથી જ્ઞાન પ્રાપ્તિ થઈ શકે છે. મુક્ત થઈ શકે છે. ડિજિત્ર પ્રશાબીજ 24 hourses

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304