Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 303
________________ સામાન્ય મુમુક્ષુને રૂચિ થાય અને ઉપયોગી થાય એવું કંઈક લખવાનું થાય તો કેવું? મને થયું કે શ્રીમદ્જીએ ૧૬ વર્ષની વયે બાલાવબોધ મોક્ષમાળા લખ્યા પછીનાં વર્ષોમાં તેમણે જે અનેક પત્રો, કાવ્યો અને પરમ કલ્યાણકારી આત્મસિદ્ધિની રચના કરી છે તે સર્વ લેખનમાંથી જો કંઈક વિશેષ વિચારવા યોગ્ય અંશોનાં આધારે વિચારણાં, ચર્ચા વ્યક્ત થાય તો વધુ રસપ્રદ થાય. વળી પ્રજ્ઞાવબોધનો અર્થ મને એમ સમજાયો છે કે પ્રજ્ઞાવંત પુરુષનો બોધ. આ કાળમાં નજીકનાં ભૂતકાળમાં, શ્રીમદ્જીથી વિશેષ પ્રજ્ઞાવંત પુરુષ મારા લક્ષમાં નથી, જેથી મેં તેમનાં જ બોધને મારી રીતે પ્રકાશમાં લાવવાનો બાલચેષ્ટારૂપ પ્રયત્ન કર્યો છે. આ આત્માને શાસ્ત્ર જ્ઞાન તો શુન્ય જ છે. મારું શાસ્ત્ર, મારું આગમ તે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ જ છે. છેલ્લા ૩૫ વર્ષથી તે ગ્રંથને સમજવાનો પ્રયાસ કરતો રહ્યો છું. પણ આ અતિ અલ્પમતિ આત્મા તેનો પાર પામી શક્યો નથી તે વાત સ્વીકારું છું અને છતા જે છાયારૂપ પરિચય છે તેના આધારે આ સાહસ કર્યું છે. રાજપ્રભુની પ્રેરણાથી, ફુરણાથી, સહાયથી જે ભાવ ઉગ્યા તે વ્યક્ત કર્યા છે. કંઈ પણ દોષ જણાય તો તે આ બાલજીવનો છે. તેને સુજ્ઞ વાચક વર્ગ ક્ષમા આપશે તેવી અપેક્ષા છે. શ્રીમદ્જીએ નક્કી કરેલી સૂચિ અનુસાર લખવાનું તો અંગે પણ સામર્થ્ય નથી જેથી આ ગ્રંથને તે નામ પણ આપી શકાય જ નહીં તેમ સમજીને પ્રજ્ઞાબીજ નામે પ્રગટ કરવાનો નિર્ણય લીધો છે. આ બીજ ક્યારેય પણ વૃક્ષ બને ફળ-ફૂલે અનેક મુમુક્ષુઓને પોષણ આપે એજ અભ્યર્થના. મનોગત પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવનું પ્રથમ ચિત્રપટ ૧૫-૧૬ વર્ષની વયે આ જીવે જોયું અને વિનાકારણ આકર્ષાયો. ફરી વિસ્મૃતિ થઈ અને ૨૧૨૨ વર્ષની વયે વવાણિયા જવાનો અનાયાસે યોગ થયો, માત્ર પાંચ મિનિટ દર્શન કરી પાછો ફર્યો. વળી મોટો આંતરો પડ્યો તે છેક ૪૭-૪૮માં વર્ષે ની&િઇટને પ્રશાબીજ • 303 base

Loading...

Page Navigation
1 ... 301 302 303 304