Book Title: Pragnabij
Author(s): Madhubhai Parekh
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 265
________________ “સર્વ ઇન્દ્રીયોનો સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, યોગને અચલ કરી, ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય.” સાધક-મુમુક્ષનું અંતિમ લક્ષ મોક્ષ છે, મોક્ષનું અનિવાર્ય કારણ કેવળજ્ઞાન દશા છે. આવી દશા પ્રાપ્ત થવાનો સચોટ ઉપાય શ્રીમદ્જીએ અત્રે લખ્યો છે, તે જોતા વિચારમાં પડી જવાય છે, આ પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતા પહેલા આ જ્ઞાન કેવા પ્રકારે થઈ આવ્યું હશે ? શ્રીમદ્જીએ ૨૪માં વર્ષમાં એક પત્ર(૧૮૭)માં લખ્યું છે તેમાં આ બાબતનું સમાધાન જોવા મળે છે તે જોઈએ : “છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યુનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતા બાકી સર્વ અનુભવાયું છે. એક દેશ સમજાયા વિના રહ્યો નથી, પરંતુ યોગથી અસંગ થવા વનવાસની આવશ્યકતા છે.” આ વચનો વિચારતા મનને સમાધાન મળી જાય છે, આ મહાત્મા પૂર્વનાં આરાધક અને વર્તમાનમાં ભારે પરિશ્રમ કરી ઉત્તરોત્તર જે જ્ઞાનદશા પ્રગટાવતા રહ્યા તેનું પરિણામ તેમનાં ઉપરોક્ત વચનમાં પ્રતિબિંબિત થાય છે. ધન્ય છે આ કાળનાં તેમના ભક્તોને, અનુયાયીઓને અને જિજ્ઞાસુ મુમુક્ષુઓને કે જેમને આવા મહાન, ઉત્કૃષ્ટ દશાવાન પુરુષનાં વચનો પ્રાપ્ત થયા છે. આ કાળમાં આ વિરલ ઘટના છે. %e0%ઇ પ્રશાબીજ - 265 કિટિ9િ

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304