________________
વળી આત્માને જે અતિન્દ્રિય પદાર્થ છે તેને ઈન્દ્રિયો વડે જોવા-જાણવા પ્રયત્ન કરે તો ક્યાંથી જણાય ? ઈન્દ્રિયો પોતે તો જોતી કે જાણતી પણ નથી, જોનારો, જાણનારો જે છે તે આત્મા છે, તેનું ભાન ન થવાથી આત્માની શંકા થાય છે. તે વાત સમજાવતા ગાથા-૫૮માં બતાવે છે કે,
“આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો ક૨ના૨ તે, અચરજ એહ અમાપ’
આત્મા છે કે નહીં એવી શંકા જેને થઈ તે કોણ છે ? દેહ અને ઈન્દ્રિયો તો જડ છે તેને વિચારશક્તિ જ નથી તો તે શંકા કરે તેવું તો બને નહીં. વળી ત્રીજા કોઈ વ્યક્તિ કે પદાર્થ પણ હાજર નથી કે જે આવી શંકા કરે. તેથી નિર્ણય કરવો જ રહ્યો કે આત્માની શંકા જેને થઈ છે તે શંકાનો ક૨ના૨ જ આત્મા છે. જીવ પોતે પોતાનાં જ હોવા વિશે શંકા રાખે તો તેથી મોટું આશ્ચર્ય બીજું શું હોય ?
આ પ્રકારે શ્રી ગુરુ પોતાનાં શરણે આવેલા આશ્રિતની શંકાનું નિરસન કરે છે, તે કેટલું બધું સચોટ છે. યથાર્થ છે. તે સમજાયાથી આવા સદ્ગુરુ પ્રત્યે સહેજે અહોભાવ વેદાય છે.
*
NKAKE પ્રશાબીજ * 154 $4CKAK®