________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી દર્શન કરવા જવાય, એવી લહેર દ્વીક્ષામાં. . પાતરાં લેવાય છે ને, તરણું ઝલાય છે;
જેથી ગૌચરીએ જવાય, એવી લહેર દીક્ષામાં. ૫ આધાકમી ન લેવાય ને, શુદ્ધ આહાર લેવાય છે,
એથી સંજમ સારૂં પળાય, એવી લહેર દીક્ષામાં. ૬ ઉપધિને પાતરાં વળી, ખંભા પર મુકાય છે;
ગુરૂજી સાથે વિહાર કરાય, એવી લહેર દીક્ષામાં. ૭ દેશો દેશ ફરાય છે ને, જાત્રા નવી નવી થાય છે;
એથી ભવોભવ પાતિક જાય, એવી લહેર દીક્ષામાં. ૮ વિનય ગુરૂનો થાય ત્યારે, વિદ્યા આવડી જાય છે,
એથી જગતનો ઉદ્ધાર કરાય, એવી લહેર દીક્ષામાં. ૯ લોચ કરાય છે ને, સમતા ધરાય છે;
જેથી કર્મ ભૂકો થાય, એવી લહેર દીક્ષામાં ૧૦ જ્યણાથી વલી બેલીએ ને, જયણાથી વલી ચાલીએ;
એથી કમની નિર્જરા થાય, એવી લહેર દીક્ષામાં. ૧૧ ભક્તિસૂરિ ગુરૂરાયને જે, શિષ્ય વિનય કહેવાય છે, - ભૂલચૂક માફી મગાય, એવી લહેર દીક્ષામાં. ૧૨
૫ સિદ્ધચક્રનું ચૈત્યવંદન. * બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ છત્રીસ ગુણ આચાર્યને, જ્ઞાન તણું ભંડાર. પચવીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્યાવીશ,
For Private and Personal Use Only