________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯ રમત કરતા જાય છે તિહાં, દીઠી આયુધશાળા છે જિહાંનેમ પૂછે છે સાંભળે બ્રાત, આ તે શું છે રે કહો તમે વાત.
ત્યારે સરખા સહુ બોલ્યા ત્યાં વાણ, સાંભળે તેમજ ચતુર સુજાણ; તમારો ભાઈ કૃષ્ણજી કહીયે, તેને બાંધવા આયુધ જોઈએ.
શંખ ચક્ર ને ગદા એ નામ, બીજે બાંધવા ઘાલે નહી હામ, એ હવે બીજે કઈ બળી જે થાય, આવા આયુધ તેને બંધાય.
૧૦ નેમ કહે છે ઘાલું હું હામ, એમાં ભારે શું હેઠું છે કામ એવું કહીને શંખ જ લીધે, પોતે વગાડી નાદજ કીધે.૧૧
તે ટાણે થયે મહેકટો ડમડલ, સાયરના નીર ચઢયા કલ્લોલ; પરવતની ટુંકા પડવાને લાગી, હાથી ઘોડા તો જાય છે ભાગી.
૧૨ ઝબકી નારીઓ નવ લાગી વાર, તૂટયા નવસરા મોતીના હાર; ધરા ધ્રુજી ને મેઘ ગડગડી, માટી ઈમારત તૂટીને પડી.
૧૩ સહુના કાળજા ફરવાને લાગ્યાં, સ્ત્રી અને પુરૂષ જાય છે ભાગ્યાં, કૃષ્ણ બલભદ્ર કરે છે વાત, ભાઈ શો થયા આ તે ઉત્પાત.
૧૪ શંખ નાદ તો બીજે નવ થાય, એવો બળિયો તે
For Private and Personal Use Only