________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૨ તત્વ રમણી અને નિશ્ચય ધર્મ તે આપણા જીવને સ્વભાવ છે, એવી સહણ તથા પોતાના આત્માનું સ્વરૂપ અને પુલનું સ્વરૂપ જાણે. આત્મા ચેતન ગુણ છે, અને પુદગલ જડ ગુણ છે, તેથી આત્મામાં સર્વ પદાર્થ જાણવાની શક્તિ છે, પણ કમેં કરીને અવરાવે છે. એવો નિરધાર થવાથી બાહ્ય પદાર્થો છે તેના ઉપરથી મોહનો નાશ કરે છે. ફક્ત આત્મ ગુણમાં આનંદ માને છે એવી સદ્દતણું તે મોક્ષનું કારણ છે કેમકે જીવ સ્વરૂપ એળ
ખ્યા વિના કમ ખપે નહિ. આવી શુદ્ધ સહણ તે નિશ્ચય સમકિત જાણવું. - એમ સમકિત સહિત અ૫ ક્રિયા અનુષ્ઠાન ધર્મ કરણું સ્વર્ગનાં સુખ અને મોક્ષનાં શાશ્વતાં સુખ આપે છે,
जन्मदुःखं जरादुःखं, मृत्युदुःखं पुनः पुनः । संसारसागरे दुःखं, तस्मात् जागृत जागृत ॥१॥
અર્થ જન્મનું દુઃખ, જરાનું દુઃખ, વારંવાર મૃત્યુનું દુખ, સંસાર સમુદ્રમાં દુઃખ છે, તે કારણ માટે હે ચેતન ! જાગ જાગ ૧
આ સંસાર દુઃખથીજ ભરેલો છે. તેમાં પ્રાણી માત્ર સુખ મેળવવાની વાંચ્છા અજ્ઞાનતાથી જ કર્યા કરે છે, પરંતુ વાસ્તવિક સુખ તેમાં છે જ નહી. પણ ચારે ગતિમાં ભ્રમણ રૂપજ છે, તો ઉપરના વિચારો વાંચી મનન કરી શુદ્ધ શ્રદ્ધા પૂર્વક સમકિતને ગ્રહણ કરો કે જેના વડે કરી આ પારાવાર
For Private and Personal Use Only