________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦ ૩ આભિનિવેશિક મિથ્યાત્વ, તે કેવું છે ? ખોટું જાણે પણ છોડે નહિ. વીતરાગને મારગ સાચો જાણે પણ આ કરે નહિ. કેની પેઠે ? જેઓ પાર્શ્વનાથજીના ચારિત્ર થકી ભ્રષ્ટ થઈને સાળા પાસે રહ્યા તેની પેઠે.
૪ સંશયિક મિથ્યાત્વ, જે વીતરાગના વચનમાં સમયે સમયે સંશય પડે, જેમ કે એ વચન સાચું છે કે જુઠું છે અથવા એ વાત આમ હશે કે નહિ હોય એમ ડામાડાળ મન રહે.
૫ અનાગ મિથ્યાત્વ કહેતાં અજાણપણું જેથી ધમની કશી ખબર છે નહિ. તે સર્વથી અજાણ,નબળે છે. શા વાતે જે જાણે અજાણુના ભાંગા આઠ છે. એ આઠ ભાંગાને વિસ્તાર ઘણે છે. તે ગ્રંથ ગૌરવ થાય માટે લખ્યો નથી. તથા દશ ભેદ મિથ્યાત્વના કહ્યા છે તે શ્રી ઠાણાંગજીમાં છે તે રીતે જાણજે. એવી રીતે મિથ્યાત્વને ભજતા જીવ અનતો કાળ પરિભ્રમણ કરે. માટે મિથ્યાત્વનો ત્યાગ કરી, દેવ ગુરૂ ધમને ઓળખી, સમકિત સહિત ધર્મ કરણી કરે તે લેખામાં આવે, અને સમકિત વિના સર્વ ધર્મ કરણું છાર પર લીંપણ જેવી કોઈ કામ આવે નહીં. કહ્યું છે કે “પ્રથમ જાણ પછી કરે કિરિઆ, એ પરમાથે ગુણક દરિયા,” માટે દેવ ગુરૂ ધર્મને પીછાની સમકિત સહિત ધર્મ કૃત્ય કરવાં.
For Private and Personal Use Only