________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪
નિગોદમાં અનંતા જીવ એવા છે કે, જે જીવ ત્રપણું કેવારે પણ પામ્યા નથી. અનંત કાળ પૂર્વે વહી ગયા, વળી અનંત કાળ આગળ જશે તો પણ તે જીવો વારંવાર ત્યાં જ ઊપજે છે અને ત્યાં જ એવે છે. તે એકેકી નિગોદમાં અનંતા જીવ છે. - નિગોદના બે ભેદ છે. એક વ્યવહાર રાશી નિગોદ અને બીજી અવ્યવહાર રાશી નિગોદ. તેમાં જે જીવ બાદર એકેદ્રિયપણું અથવા બસપણું પામીને પાછા નિગોદમાં જાય છે તે નિગોદિયા જીવ વ્યવહાર રાશીયા કહેવાય છે; તથા જે જીવકિઈ કાળે પણ નિગોદમાંથી નીકળીને બાદર કેંદ્રિયપણું પામ્યા નથી તે જીવ અવ્યવહાર રાશીયા કહેવાય છે. એ અવ્યવહાર રાશી નિગોદમાં ભવ્ય અને અભિવ્ય એવા બે જાતિના જીવ છે. એ સ્વરૂપ શ્રી ભુવનભાનુ કેવલીના ચરિત્રની સાખે લખેલું છે. તથા અહીંયાં મનુષ્યપણામાંથી જેટલા જીવ કમ ખપાવી એક સમયમાં મોક્ષે જાય છે, તેટલા જીવ તે સમયમાં અવ્યવહારરાશી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને ઊંચા આવે છે. એટલે જે દશ જીવ મોક્ષે જાય તે દશ જીવ અવ્યવહાર રાશીથી નીકળે. ત્યાં કોઈ સમયે તે જીવમાં ભવ્ય જીવ ઓછા નીકળે તો એક બે અભવ્ય જીવ નીકળે, પણ વ્યવહાર રાશી છવમાં વધ ઘટ થાય નહી, તેટલાને તેટલાજ રહે છે. એવા એ નિગોદના ગોળા લોકમાં અસંખ્યાતા છે. તે છ દિશીના આવ્યા પુદગલને આહા
For Private and Personal Use Only