________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨ તે મળે સાધુ તથા શ્રાવકે ૫૦ બોલ કહેવા અને ૩ લેશ્યા ૩ શલ્ય ૪ કષાય એ દશ સિવાય ૪૦ બેલ લાવી તથા શ્રાવિકાએ કહેવા. , ૨૮ પંચ પરમેષ્ટિના અર્થ તથા તેના ૧૦૮ ગુણ , અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને
સાધુ એ પંચ પરમેષ્ટિ છે, તેને કંઇક અર્થ નીચે ' કહીએ છીએ – - અરિહંત-અરિહંત-અરિ કહેતાં રાગદ્વેષાદિ જે શત્રુ, તેને હેત કહેતાં હણનાર. બાર ગુણ કરી સહિત સમવસરણને વિષે બિરાજમાન વિહરમાન તીર્થકર જે શ્રી અરિહંત તેમને પ્રથમ નમરકાર. તેમના બાર ગુણનાં નામ-૧ અશોકવૃક્ષ, ૨ ફૂલની વૃષ્ટિ, ૩ દિવ્યધ્વનિ, ૪ ચામર, ૫ સિંહાસન, ૬ ભામંડલ, ૭ દુંદુભિ, ૮ છત્ર, એ આઠ પ્રાતિહાર્ય હમેશાં ભગવાનની સાથે રહે છે. તે આઠ ગુણ તથા ૯ અપાયાપણમાતિશય ૧૦ જ્ઞાનાતિશય, ૧૧ પૂજતિશય, ૧૨ વયનાતિશય. તે સિદ્ધ–જે સર્વ કર્મનો ક્ષય કરી લેકના અંતે સિદ્ધ શિલા ઉપર પોતાની કાયાને ત્રીજો ભાગ ઉણે કરતાં બે ભાગની અવગાહનાયે બિરાજમાન થયા છે તેવા આઠ ગુણે કરી સહિત સિદ્ધ ભગવાનને બીજે નભરકાર. તે આઠ ગુણનાં નામ-1 કેવલજ્ઞાન, ૨ કેવલદર્શન, ૩ અવ્યાબાધ સુખ, ૪ સાયિક સમ્યકત્વ, ૫ અક્ષય સ્થિતિ, ૬ અરૂપી, ૭ અગુરૂલધુ, ૮ અનંત બળ.
For Private and Personal Use Only