________________
૨૬૪ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી
મંત્ર, યંત્ર અને તંત્રની દષ્ટિમાં ભકતરાજ ધરણેન્દ્ર અને પદ્માવતી દેવી
આ પ્રો. લક્ષ્મીચન્દ્ર જૈન તથા બ્ર. પ્રભા જૈન
સ્વામી અને સેવક વચ્ચે ભાવાત્મક અને ગુણાત્મક સંબંધ હોય છે. જે મારા નાથની ભકિત કરે, તેની ભકિત અમે કરીએ.” આ કૉલ ભકતરાજ ધરણેન્દ્ર અને દેવી પદ્માવતીજીનો છે.
'સાહમી તણી ભકિત કરો, સમકિત નિર્મળ હોય.'ની ભૂમિકા આ લેખમાં પ્રસ્તુત છે.
-- સંપાદક, ભકિતનું માહાભ્ય અવર્ણનીય છે. તેથી કહેવામાં પણ આવ્યું છે : कृत्वा कायोत्सर्ग चतुरष्टदोषविरहितं सुपरिशुद्धम् । अति भक्ति संप्रयुक्तो यो वंदते स लघुलभ्यते परमं सुखम् ।।
અર્થાત જે ભકત તદન ભય વગર અને બત્રીસ પ્રકારની ત્રટિ રહિત કાયોત્સર્ગવિધિને સમ્પન્ન કરે છે તે તુરત જ મુકિતસુખને પ્રાપ્ત કરે છે. તીર્થંકર પાર્શ્વનાથ ભગવાને પોતાની રાજકુમારાવસ્થામાં ભડભડ બળતા અગ્નિમાંથી બહાર કઢાવી તથા ણ મોકાર મંત્ર ભણીને જે નાગ-નાગિણીને સ્વર્ગપ્રાપ્તિમાં મદદ કરેલી; તે શ્રમણાવસ્થામાં ધ્યાનસ્થ તીર્થંકર પાર્શ્વનાથ ભગવાન પર જ્યારે કમઠજીવ મેઘમાળી દ્વારા ભારે ઉપસર્ગ કરાઈ રહ્યો હતો, ત્યારે આ નાગ-નાગિણીએ ધરણેન્દ્ર અને પદ્માવતી સ્વરૂપે પ્રભુ પાર્શ્વનાથને રક્ષણ પૂરું પાડેલું. સમંતભદ્રાચાર્યએ વંશસ્થ છંદમાં 'પ્રભુ પાર્શ્વનાથ જિનસ્તવનમ્” નામના સ્તવનમાં આ રીતે સ્તુતિ કરી છે :
तमाल-नीलैः सघनस्तडिगणैः प्रकीर्ण-भीमाऽशनि-वायु-वृष्टिभिः । बलाहकैवैरि-वशै रुपद्रुतौ महामना यो न चचाल योगतः ।। बहत्फणा-मण्डल-मण्डपं यं स्फरतडित्पिङ - रूचोपसर्गिणम । जुगृह नागो धरणो धरा-धरं विराग-सन्ध्यया तडिदम्बुदो यथा ।।
કમઠનો જીવ જ્યોતિષી દેવ રૂપે અવતર્યો હતો. પ્રભુ પાર્શ્વનાથજીની સમાધિને કારણે તેનું વિમાન અટકતું હતું. તથા ગત જન્મના વૈરનું પુનઃસ્મરણ થતાં તેણે જબરો ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું. આ રૌદ્ર વર્ણન કવિવર ભૂધરદાસે આ મુજબ કર્યું છે :
ततखिन अवधिग्यान बल तबै । पूरव वैर संभालो सबै ।। कोप्यौ अधिक न थम्यौ जाय । राते लोचन प्रभुली काय ।। आरम्थ्यौ उपसर्ग महान । कायर देखि मजै भयमान ।। अन्धकार छायौ चहं ओर । गरज गरज बरखें घनघोर ।। झरै नीर मुसलोपम धार । वक्र बीज झलकै भयकार ।। बूडे गिरि तरुवर बन जाल । झंझा वायु बही विकराल ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org