Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 644
________________ પ૧૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આ પ્રમાણે વર્ણન છે : વાતિ વ તત્વના શ્યામવાડવુગાસના ક્ષૌ ધારયન્તી તુ મુની વર૮-પશિની || नागाङ्कुशधरौ बाहू दधाना दक्षिणेतरौ । पारिपार्श्विक्यभून्नित्यं भर्तुः शासनदेवता ॥ युग्मम् ।। પાદલિપ્તસૂરિની 'નિવણ કલિકા' (પત્ર ૩૪-૩૫) માં આ પ્રમાણે વર્ણન છે : તથા चतुर्थमभिनन्दनजिनं xx तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कालिकादेवी श्यामवर्णा पद्यासनां चतुर्भुजां वरद-पाशाधिष्ठितदक्षिणभुजां नागाङ्कुशान्वितवामकरां चेति । સં ૧૪૬૮માં વર્ધમાનસૂરિએ રચેલા આચારદિનકરમાં પણ મહાકાલીદેવીનું વર્ણન છે : श्यामाभा पद्यसंस्था वलयवलिचतुर्बाहुविभ्राजमाना पाशं विस्फूर्जमूर्जस्वलमपि वरदं दक्षिणे हस्तयुग्मे । बिभ्राणा चापि वामेऽङ्कुशमपि कविषं भोगिनं च प्रकृष्ठा देवीनामस्तु काली कलिकलितकलितस्फूर्तिरुद्भूतये नः ।। ॐ नमः श्री काल्यै श्रीअभिनन्दननाथशासनदेव्यै । श्री कालि ! सायुधा सवाहना सपरिकरा इह प्रतिष्ठामहोत्सवे आगच्छ आगच्छ इदमयं पा) बलि चरुं गृहण गृहाण सन्निहिता भव भव વાહ (વડોદરા પ્રાચ્યવિદ્યામંદિરની સં. ૧૪૭૬માં લખાયેલી પ્રત - પત્ર ૧૨૧.) પરમ જૈન ઠક્કર ફેએ સં. ૧૩૭૨માં પ્રાકૃતમાં રચેલા વાસ્તુસારને, ૫. ભગવાનદાસજી જૈને હિંદી અનવાદ સાથે સચિત્ર પ્રકાશિત કર્યો છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર જૈન ગ્રંથોના આધારે શાસનદેવ-દેવીઓનાં લક્ષણો સાથે જે ચિત્રો આપ્યાં છે તેમાં સ્વેતાંબર જૈન માન્યતા પ્રમાણે જણાવેલ ચોથા તીર્થંકરની શાસનદેવી કાલિકાનું નામ અને સ્વરૂપ મળતું આવે છે; પરંતુ દિગમ્બર જૈનોની માન્યતા એથી જુદી પડે છે, અર્થાત્ તેઓ ચોથા તીર્થકર (અભિનંદન)નાં શાસનદેવી તરીકે અને તેના સ્વરૂપમાં કાલિકાને માનતા નથી એવો સ્પષ્ટ ભેદ ત્યાં જણાવ્યો છે. ઉક્ત કવિરાજ દીપવિજયજીએ જીરાવલી પાર્શ્વનાથ સ્તવન'ની ત્રીજી ઢાળમાં પાવાગઢની રખવાલી, અભિનંદન-શાસનલિકા દેવી જગદંબા એ કાલિકાનું સુંદર વર્ણન કર્યું છે. એના ચાર હાથોમાં રહેલાં આયુધ-ચિહ્નો જણાવ્યાં છે, તેમાં જમણા બે હાથમાં વરદમુદ્રા અને પાશ તથા ડાબા બે હાથમાં નાગરાજ અને અંકુશ જણાવેલ છે. દેવીના મુખને પૂર્ણિમાના ચંદ્રની ઉપમા આપી છે. હોઠ પ્રવાલ જેવા લાલ, આંખો અમૃત-કચોલાં જેવી અને લલાટમાં તિલક-ટીકો રત્નજડિત જણાવેલ છે. પહેરેલ ચણિયો પીળા અને રાતા વર્ણનો તથા ઉપરની ઓઢણી-ઘાટડી લાલ-ગુલાલ જણાવી છે. હાથમાં રત્નજડાવ ચૂડી-કંકણ, પગમાં ઝાંઝર-નૂપુર અને ડોકમાં નવલખો હાર એ દેવીનો શણગાર સૂચવ્યો છે. દેવી પાવાગઢથી ઊતરીને નવરાત્રિ-નોરતાના ૯ દિવસોમાં શહેર (પાવાગઢ)ની નારીઓની ટોળીમાં ભળી સૌ સાથે ગરબા રમે છે એવી લોકવાયકા પણ કવિએ જણાવી છે. ગામ, નગર, પુર, સન્નિવેશ અને રાજ્યની રક્ષા કરવા તથા ધર્મી જૈનજનોના ઇતિ, ઉપદ્રવ, ભય, સંકટ હરવા -- સંઘનાં વિશ્નો હરવા એ દેવીને પ્રાર્થના કરી છે. અંચલગચ્છના સાહિત્યમાં કાલિકાદેવી વિપેના ઉલ્લેખો આપણે સપ્રમાણ જોઈ ગયા છીએ. આ બધાયે પ્રમાણો ઉપરથી સિદ્ધ થાય છે કે, કાલિકાદેવી જૈન દેવી જ છે. જૈનોની સોળ વિદ્યાદેવીઓમાં મહાકાલી પણ છે જતેનો મંત્ર પણ આ પ્રમાણે પ્રસિદ્ધ છે : % [ મહાત્વે ઝું નમઃ | પ્રાચીન જૈન હાથપ્રતોમાં મહાકાલીનાં ચિત્રો તો છે જ; કિન્તુ આબુના જગપ્રસિદ્ધ વિમલવસહીના દેહરાસરમાં છત પર પણ ઉત ૧૬ વિદ્યાદેવીઓની કલાત્મક શિલ્પકૃતિઓ છે. ( “અંચલગચ્છ દિગ્દર્શન'ના આધારે સંકલિત ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688