________________
૩૪૦]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
દૂર થાય છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. એવો મારો પોતાનો અનુભવ છે. આમ, મહામંત્રપૂર્વક કરાતી પૂજનવિધિથી અનેક શકિતઓ પ્રગટ થાય છે. માતાજીની ૧૦૮ વાર અક્ષત પૂજા કરવામાં આવે છે ત્યારે અક્ષય સુખની પ્રાપ્તિ થાય એવો ભાવ પ્રગટે છે. શ્રી પદ્માવતી મહાપૂજનમાં અનેક શકિતઓ છુપાયેલી છે અને તે છુપાયેલી શકિતઓને પ્રગટ કરવાનું કામ પૂજનની જુદી જુદી ક્રિયાઓ કરે છે.
માતાજીની પુષ્પપૂજા લાલ કરેણનાં ફૂલથી અથવા તો લાલ કમળનાં પુષ્પોથી કરવામાં આવે છે. લાલ કરેણનાં ફૂલનો ઉલ્લેખ પદ્માવતી સ્તોત્રમાં કરવામાં આવેલો છે :
सजप्ता कणवीर - रक्त-कुसुमैः पुष्पै समं सजितैः सम्मिश्रेधृतगुग्गुलौघमधुभिः कुण्डे त्रिकोणे कृते । होमार्थ कृत षोडशगुलशता वहनौ दशांशैर्जपेत्, तं वाचं वचसीह देवि ! सहसा पद्यावती देवता ॥
-- માતાજીની પુષ્પપૂજા કરવાથી મા પોતે ખુશ થાય છે, પ્રસન્ન થાય છે, તુષ્ટ થાય છે અને પૂજન કરનારની મનની ઇચ્છાઓને પૂર્ણ કરે છે.
અણાહારીપદ મેળવવા માટે અર્થાત્ મોગની સંપૂર્ણ સામગ્રીનો ત્યાગ કરી, પરમાત્મા પ્રત્યે પૂર્ણ સમર્પણભાવ પ્રગટ થાય તેવી શકિત પ્રાપ્ત કરવા માટે માતાજીની નૈવેદ્યપૂજા કરવામાં આવે છે.
જીવનની દુર્ગધ દૂર થાય, એટલે કે જીવનમાં વ્યાપેલી પાપરૂપી દુર્ગધ દૂર થાય અને પુણ્યરૂપી સુગંધ પ્રગટે તે માટે ધૂપપૂજા કરવામાં આવે છે.
આંખોમાં દિવ્ય તેજ પ્રગટે અને લોચનિયાં દિવ્ય બની જાય તે માટે ૧૦૮ વાર શ્રી પદ્માવતીજીની દીપક-પૂજા કરવામાં આવે છે.
માતાજીની ભકિતનું ફળ આપણે પ્રાપ્ત કરવું છે કે જેથી માતાનાં દર્શન થાય, જનમોજનમની માનાં દર્શનની પ્યાસ બુઝાય તે માટે ફળપૂજા કરવામાં આવે છે.
માતાજીને સોળ શણગાર ચઢાવીને ભકત ધન્ય-ધન્ય બને છે. શણગાર એ સૌભાગ્યનું લક્ષણ છે અને સોળે શણગારની પૂજા દ્વારા માતાજીને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે મા ! અમારું સૌભાગ્ય અખંડ રાખજે !
શ્રી પદ્માવતી મહાપૂજન ભણાવવામાં આવતું હોય, તાલબદ્ધ રીતે મંત્રોનો ઉચ્ચાર થતો હોય, ત્યારે એ મંત્ર, યંત્ર અને તંત્રના ત્રિવેણીસંગમમાંથી પ્રગટે છે એક દિવ્ય ચેતના, એક દિવ્ય શકિત. એક દિવ્ય વાતાવરણ, જેનાથી ભકૃત પોતે કોઈ દિવ્ય અનુભૂતિ અનુભવે છે. સ્વિચબોર્ડમાં આવેલી એક નાનકડી સ્વિચ દબાવવાથી જેમ પ્રકાશનો બલ્બ ઝગમગી ઊઠે છે તેમ મા ભગવતી પદ્માવતીજીની મહામંત્ર રૂપી સ્વિચ દબાવવામાં આવે એટલે એક દિવ્ય તેજની પ્રભા પ્રગટી ઊઠે છે. જેમ વિદ્યુતશકિત એક હોવા છતાં જુદી જુદી સ્વિચમાંથી જુદી જુદી શકિત પ્રગટે છે. જેવી કે, વિજળીનો બલ્બ, વિદ્યુત પંખો, વિદ્યુત ઘંટડી, વિદ્યુત સગડી, વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત મોટર, રેડિયો, ટી.વી. વગેરે. આમ, વિદ્યુતપ્રવાહ એક હોવા છતાં અનેક જુદી જુદી શકિતઓ પ્રગટે છે, તેવી રીતે મા ભગવતી પદ્માવતીજી એક હોવા છતાં પૂજનમાં આવતા જુદા જુદા મંત્રો જુદી જુદી શકિતઓને પ્રગટાવીને ભકતની જુદી જુદી ઇચ્છાઓને પૂર્ણ કરે છે. | દેવીપૂજનને એક આગવું મહત્ત્વ આપવામાં આવેલું છે અને દેવીપૂજનથી ઉપસર્ગોનું નિવારણ થાય છે. આ મહાપૂજનોમાં અનેક રહસ્યો છુપાયેલાં છે. તેમાં આવતા એક એક મંત્રમાં અને તેના એક એક શબ્દમાં અનેક શકિતઓ અને લબ્ધિઓ છુપાયેલી છે. જેમ મહાસાગરના વિશાળ જળમાંથી પાણીનું એક બિંદુ લેવામાં આવે, એમ અનેક રહસ્યોના સાગર સમાં આ મહાપૂજનોમાંથી એક બિંદુ સમાન થોડાંક રહસ્યોની ચર્ચા કરી આ લેખ પૂર્ણ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org