Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 655
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ પ ૨૭ - - - - વરણની જમણી તરફ મકરવાહિની ગંગા અને ડાબી તરફ કુર્મવાહિની યમુના ચામર ઢોળતી દર્શાવાય છે. ઘણી વાર તેમની જમણી તરફ પત્ની વરુણી પણ હોય છે. શ્વેતામ્બર ગ્રંથોમાં વરુણનું વાહન મત્સ્ય છે, જ્યારે દિગમ્બર ગ્રંથોમાં મગર છે; છતાં બંને મતોમાં તેમના હાથમાં પાશ છે. (દ) વાયુ વાયવ્ય કોણના આ દિપાલ જીવનપોષક તત્ત્વ વાયુનું દેવસ્વરૂપ છે. વાયુ એક માત્ર દિકપાલ છે, જેમનાં સ્વતંત્ર મંદિરો મળી આવે છે. ઉત્તર ગુજરાતમાં પાટણ નજીક આવેલા વાયડ (પ્રાચીન નામ “વાયુવટ') ગામમાં વાયુદેવતાનું મંદિર છે, જે વાયડા જ્ઞાતિ (બ્રાહ્મણ અને વાણિયા)ના ઇષ્ટદેવ છે. આ દેવનો વર્ણ શીત-શ્વેત યા ધૂમ્ર છે. તેમનું વાહન હરણ છે. તેમના જો બે હાથ હોય તો તેમાં ધ્વજ અને દંડ હોય છે અને ચાર હાથ હોય તો બે હાથમાં ધ્વજ, એકમાં કમંડળ અને ચોથો હાથ વરદ મુદ્રામાં હોય છે. અન્ય માન્યતા પ્રમાણે તેમના હાથમાં પાશ, કમળ, અંકુશ અને દંડ હોય છે. વાયુદેવની પત્ની શીલા છે. કેટલાક શ્વેતામ્બર ગ્રંથોએ વજને વાયુનું મુખ્ય આયુધ કે પ્રતીક માન્યું છે. (૭) કુબેર : ધનસંપત્તિના દેવ કુબેર યક્ષોના રાજા અને દેવોના કોષાધ્યક્ષ છે. તેમનો નિવાસ ઉત્તરમાં હોવાથી તે ઉત્તર દિશાના દિકપાલ છે. તેમનો વર્ણ શ્વેત છે. તેમનું વાહન હાથી, મનુષ્ય કે બકરો છે. તેમનું પેટ મોટું અને લબડતું હોય છે. કુબેરની બે હાથવાળી મૂર્તિમાં એક હાથ અભય અને બીજો હાથ વરદ મુદ્રામાં અથવા તેમાં ગદા હોય છે. જો તેમને ચાર હાથ હોય તો ઉપલા બે હાથમાં નિધિદ્રવ્યની કોથળીઓ અને ત્રીજામાં ગદા અને ચોથામાં ભાલો કે બરછી હોય છે. એક મત એવો પણ છે કે કુબેરના હાથમાં ફળ, ગદા, કુંભ અને કમંડળ હોય છે. કુબેરનું બીજું નામ “સોમ” છે. ચતુર્ભુજ કુબેરના ડાબા અને જમણા ખોળામાં તેમની પત્નીઓ--પદ્મનિધિ અને શંખનિધિ બેઠેલી હોય છે, જેમની આસપાસ કુબેરના હાથ વીંટળાયેલા હોય છે. શ્વેતામ્બર મત મુજબ કુબેરનું વાહન નર છે. અને તેમનો દેહ અલંકાર મંડિત હોય છે. (૮) ઈશાન : ઈશાન કોણના આ અધિપતિ એ શિવનું સ્વરૂપ છે. તે શ્વેતવર્ણ છે અને તેમનું વાહન વૃષભ અર્થાત નંદી છે. મસ્તક પર જટામફટ અને તેના પર અર્ધચંદ્રથી શોભતા ઈશાન ત્રિનેત્રી દેવ છે. તેમની જો બે ભુજા હોય તો તેમાં ત્રિશૂલ અને કપાલ હોય છે, જ્યારે ચાર ભુજા હોય તો બાકીના બે હાથ વરદ અને અભય મુદ્રામાં હોય છે. તે વ્યાઘચર્મ અને ઉપવીત (= જનોઈ) ધારણ કરે છે. શ્વેતામ્બર ગ્રંથોમાં ઈશાનના હાથમાં કપાલને સ્થાને ધનુષ્ય બતાવાય છે તથા તેમના શરીર પર સર્પો વીંટળાયેલા હોય છે. જૈન ગ્રંથોમાં દેવતાઓના જ્યોતિષી. વિમાનવાસી, ભવનપતિ અને વ્યંતર એવા ચાર મુખ્ય વર્ગો આપ્યા છે. એમની વિસ્તૃત યાદીઓ પણ આપી છે. આમાંથી કેટલાંય દેવી-દેવતાઓને તીર્થક ભગવાનના ઉપાસક કે શાસનદેવ-દેવી તરીકે વિશેષરૂપે જૈનમંદિરોમાં સ્થાન અપાયું છે. તેમાં દિક્પાલો, નવગ્રહો, ચોવીસ યક્ષો અને ચોવીસ યક્ષિણીઓ મુખ્ય છે. અન્યમાં અષ્ટમાતૃકાઓ, ચોસઠ યોગિણીઓ, બાવન વીર, ભૈરવ, શ્રી અથવા લક્ષ્મી, સરસ્વતી અથવા શ્રુતદેવી, શાંતિદેવી, ગણેશ અને ક્ષેત્રપાલ નોંધનીય છે. જૈન દિપાલોનાં લક્ષણ અને સ્વરૂપ નિર્વાણકલિકા', “આચાર-દિનકર અને પ્રતિષ્ઠાસારોદ્ધાર આદિ ગ્રંથોમાં વર્ણવ્યાં છે, જે નજીવા ફેરફાર સિવાય મહદંશે હિન્દદિકપાલોને મળતાં આવે છે. આ સિવાય તેમનાં લક્ષણોમાં ક્યારેક પ્રાદેશિક ભેદ જોવા મળે છે. - શ્રી વિમલસૂરિના “૫૧મચરિય’ પ્રમાણે વિદ્યાધર ઇન્દ્રએ શશિન્ = ચન્દ્ર), વરુણ, કુબેર અને યમની ક્રમશઃ પૂર્વ, પશ્રિમ, ઉત્તર અને દક્ષિણના દિકપાલ તરીકે નિયુક્તિ કરી હતી. વિમલસૂરિએ કરેલી ચાર દિક્પાલોની આ ગોઠવણીને ઘણાખરા જૈન વિદ્વાનો અનુસરે છે. આચાર્ય હેમચંદ્રસૂરિજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688