Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 643
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૫૧૫ સં. ૧૧૧૨ના વૈશાખ સુદ ૫ ને ગુરુવારે કરાવ્યાં હતાં. આ પ્રતિષ્ઠા ઉત્સવથી સંઘમાં આનંદી વાતાવરણ ફેલાયું હતું. જીરાવલા પાર્શ્વનાથના મંદિરની પ્રતિષ્ઠા પણ એ જ દિવસે થઇ. મહમ્મદ બેગડાએ ચાંપાનેર ભાંગ્યું ત્યારે સંઘે મૂળનાયકની પ્રતિમા જમીનમાં ભંડારી દીધી હતી. આ જિનાલયમાં કાલિકાદેવીનું મંદિર પણ હતું; અને જૈન શિલ્પ પ્રમાણે કાલિકાદેવીની મૂર્તિ બનાવીને તેમની સ્થાપના કરવામાં આવી હતી. વર્ધમાન શાહ અને પમસિંહ શાહે આ મંદિરનો ૧૭મા સૈકામાં મોટો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. સને ૧૮૯૫માં અહીં આવેલા વિદેશી વિદ્વાન બર્જેસ કહે છે : 'પાવાગઢના શિખર ઉપર રહેલા કાલિકામાતાના મંદિર નીચેના ભાગમાં અતિ પ્રાચીન જૈન મંદિરોનું જૂથ છે.” આજે પર્વત ઉપર કોઈ ટ્વેતાંબર મંદિર નથી. જ્યારે કાલિકામાતાનું મંદિર ૨૦૦ વર્ષની અંદર બંધાયેલું આજે વિદ્યમાન છે. મહાકાલીદેવી શું જેન દેવી છે ? મહાકાલીદેવી પ્રભાવક અને ભકતોની ઇચ્છા પૂરી પાડનારી મનાઈ છે. ગુજરાતમાં જ નહિ, સમગ્ર ભારતમાં કાલીભકતો અનેક છે. બંગાળમાં તો આ દેવી અત્યંત પૂજાય છે. ઇતિહાસ કહે છે કે પૃથ્વીરાજ ચૌહાણના વંશજો પાવાગઢના રાજવી હતા ત્યારે તેઓ આ દેવીને રાજ્યની રખવાળી કરનારી માનતા હતા. ગુજરાતણો તો નવરાત્રીના દિવસોમાં મહાકાલીદેવીના ગરબા ગાવા ગાંડીતુર હોય છે. આમ, જૈનેતરો આ દેવીને અત્યંત પૂજનીય ગણે છે એ વાત સર્વપ્રસિદ્ધ છે. અહીં પ્રશ્ન એ છે કે અંચલગચ્છાધિષ્ઠાયિકા ગણાતી મહાકાલી શું જૈન દેવી છે ? આ પ્રશ્ન અનેકનાં મનમાં ઉદ્દભવે છે. વિક્રમની ૧૯મી સદીમાં તપાગચ્છમાં થઈ ગયેલા કવિ દીપવિજયજીએ તેમને મળેલા લેખાદિ આધાર પ્રમાણે જણાવ્યું છે કે સં. ૧૧૧૨માં વૈશાખ સુદિ પના દિવસે પાવાગઢ પર ચોથા તીર્થકર અભિનંદન સ્વામીની પ્રતિષ્ઠા શ્વેતાંબર જૈનાચાર્ય ગુણસાગરસૂરિ દ્વારા કરવામાં આવી હતી, તે સાથે તેની ભકતશાસનદેવી કાલિકાને પણ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. ૫. લાલચંદ્ર ભ. ગાંધી પાવાગઢથી વડોદરામાં પ્રકટ થયેલા જીરાવાલા પાર્શ્વનાથ” એ નામના પુસ્તકમાં નોંધે છે કે વર્તમાનમાં પાવાગઢમાં હિંદુ સમાજમાં દેવીના ઉપાસકો દ્વારા બહુ માનીતી એ કાલિકાદેવીની મૂર્તિ જોવામાં આવતી નથી. માત્ર ત્યાં તે દેવીની સ્થાનક-સ્થાપના જ જણાય છે; પરંતુ કવિરાજ દીપવિજયજી મહારાજે ૧૦૮ વર્ષ પહેલાં ત્યાં કાલિકાદેવીની મૂર્તિનાં દર્શન કર્યા જણાય છે. એથી તેનાં અંગ-ઉપાંગ, આસન, આયુધ, વસ્ત્ર, આભૂષણ, શણગાર વગેરેનું વાસ્તવિક વર્ણન કરેલું જણાઈ આવે છે. પાવાગઢની રખવાલી આ કાલિકાદેવીને ચોથા તીર્થકર અભિનંદન જિનની શાસનદેવી તરીકે ઓળખાવી છે, તે સ્વતાંબર જૈનોની માન્યતા પ્રમાણે છે. શ્વેતાંબર જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીની “અભિધાનચિંતામણિ નામમાલા (૧ દેવાધિદેવ કાંડ, શ્લોક ૪૪)માં એ રીતે નામ સૂચવ્યું છે, તેમ તેમના ત્રિપરિશલાકા પુર૫ ચરિત્ર (પર્વ ત્રીજા)માં અભિનંદન જિન ચરિત્રમાં તથા બીજા અનેક શ્વેતાંબર જૈન ગ્રંથકારોએ નિર્વાણકલિકા, પ્રવચનસારોદ્ધાર, પદ્માનંદ મહાકાવ્ય, આચારદિનકર વગેરે ગ્રંથોમાં જણાવેલ શાસનદેવીનાં નામો અને સ્વરૂપો પ્રમાણે ચોથા તીર્થંકર અભિનંદન સ્વામીની શાસનદેવીનું નામ કાલિકા છે અને કવિએ વર્ણવ્યા પ્રમાણે તેનું સ્વરૂપ છે. શ્રી હેમચંદ્રાચાર્ય અભિધાન ચિંતામણિ નામમાલા” (ય. વિ. ગ્રં. ૧, ૪૪-૪૬)માં આ પ્રમાણે નોંધે છે : પવનતના ટુરિત રિશ્ચ ITના ૪૪ રૂતિ વેન્ચઃ મસ્જિીસનદેવતાઃ | व्याख्या-काल्येव कालिका वर्णेन । xx एवमेताश्चतुविंशतिरपि जिनानां ऋषभादीनां भक्ताः क्रमेण जिनशासनस्य अधिष्ठात्र्यौ देवताः शासनदेवताः । ત્રિપષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર (પર્વ ૩, સર્ગ ૨, શ્લોક ૧૫૯, ૧૬૦, અભિનંદન જિનચરિત્ર)માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688