Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 649
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] જૈન પરિવારોની કુળદેવીઓ ૢ ડૉ. મુગટલાલ પો. બાવીસી ભારતીય પરંપરામાં કુળદેવી-ગોત્રજ આદિને સારા-માઠા પ્રસંગે નૈવેદ્યની પ્રણાલિકાઓ છે. એમાંની કેટલીક અટક ધરાવનારાઓની કુળદેવી અને તેની પરંપરાની માહિતી અત્રે સંકલિત કરવામાં આવી છે. બુટભવાની, અંબાજી, ચામુંડા, બહુચરા, કાલિકા વગેરે માતાઓ ક્યાં ક્યાં છે ? વગેરે માહિતી પણ અત્રે પ્રસ્તુત છે. ડૉ. બાવીસીના એ વિષયના ઊંડા જ્ઞાનનો પરિચય આ લેખ દ્વારા પ્રાપ્ત થાય છે. સંપાદક જૈન ધર્મ આત્માથી અલગ એવા ઈશ્વરમાં માનતો નથી. વ્યક્તિ જે કર્મો કરે તેનાં ફળ તેને ભોગવવાં પડે છે. કર્મોનો ક્ષય થાય એટલે એનો આત્મા પોતે જ પરમાત્મા જેવો બની જાય છે. જન્મમરણના ફેરામાંથી મોક્ષ કે મુક્તિ મેળવે છે. જૈનોની આ ધર્મ-પરંપરા છે, અને તે સંઘવ્યવસ્થા સાથે જોડાયેલ છે. જ્યારે જૈનોમાં સામાજિક પરંપરા એ જુદી વાત છે; અને તે સમાજવ્યવસ્થા સાથે જોડાયેલી છે. આ સમાજવ્યવસ્થા અંતગર્ત જ્ઞાતિપ્રથા, કુળપ્રથા વગેરે જોવામાં આવે છે. અને આ જ કારણે જૈનોમાં પણ, અન્યની જેમ, કોઈ એવા સંયોગે કે પ્રતિકૂળ કારણે, કુળદેવીની પ્રથા-પરંપરા દાખલ થયેલી જોવા મળે છે; અને શ્રદ્ધા પણ ધરાવે છે. [ ૫૨૧ કુળદેવી નાની-મોટી કુદરતી કે માનવજન્ય આફતોમાંથી પરિવારનું રક્ષણ કરે છે. સામાન્ય રીતે અંબાજી, મહાલક્ષ્મી, ચામુંડા, મહાકાળી, બહુચરાજી, તુલજાભવાની, મોઢેશ્વરી, ખોડિયાર, વિહતમાતા, બુટભવાની, ધાખજમાતા, રાજબાઈ માતા વગેરે દેવીઓ જૈન પરિવારોની કુળદેવીઓ તરીકે જોવા મળે છે. કુળદેવી સમક્ષ પરિવારના પુત્રના વાળ પ્રથમ વાર ઊતરે છે, લગ્નની છેડાછેડી છૂટે છે તથા વર્ષમાં એક વાર નૈવેધ કરવામાં આવે છે. આ ત્રણેય કાર્યો કરવાની પદ્ધતિ-વિધિ દરેક પરિવારમાં અલગ અલગ હોય છે. મધ્યયુગમાં પ્રજાનું જીવન ચારે તરફથી ત્રસ્ત અને ઓશિયાળું હતું, ત્યારે અન્ય સમાજની માફક જૈનસમાજે પણ કુળદેવીની કલ્પના કરી પોતાના પરિવારના રક્ષક તરીકે તેની સ્થાપના કરી હતી. કુળદેવી ત૨ફ જેમ વધારે માન, શ્રદ્ધા અને ભક્તિભાવ રાખીએ તેમ કુળદેવીની પ્રસન્ના અને કૃપા વધે; એવી માન્યતામાંથી વિવિધ પ્રથાઓ અને આકરા નિયમોનો જન્મ થયો. દરેક પરિવારે પોતાની આકરી અને વિશિષ્ટ પ્રથા અપનાવી. એ પ્રથા જેમ વધારે આકરી, તેમ કુળદેવીની મહેરબાની વધારે - એવી માન્યતા પ્રચલિત બની. જ્યારે રાજ્યનું રક્ષણ ન હોય, ઊંચે આભ તથા નીચે ધરતી હોય, ત્યારે અસહાય માણસો દૈવી તત્ત્વો તરફ વળે તે સ્વાભાવિક છે. એવા સંજોગોમાં શ્રદ્ધા તર્ક ઉપર વિજય મેળવે છે. વીંછિયા (તા. જસદણ)ના વતની અને સુરતમાં નિવાસ કરતા અજમેરા પરિવારના સભ્યો દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન છે. અજમેરા મૂળ અજમેરના વતની હશે અને ત્યાંથી ગુજરાતમાં આવ્યા હશે એવું અનુમાન થઈ શકે. એમનાં કુળદેવી બુટભવાની છે. એમનાં કુળદેવીનું મૂળ સ્થાનક થરાદમાં હતું પરંતુ એ પછી વીંછિયામાં જ બનાવવામાં આવ્યું. છેડાછેડી વીંછિયામાં જ છૂટે છે. પુત્રના બાળમોવાળા ઉતારવા વીંછિયા જવું જોઈએ. પરંતુ હવે એ શક્ય નહિ હોવાથી માતાજીની રજા લઈને સુરતમાં મામાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688