________________
૨૭૦ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી
અંગેની કથાઓ, ચમત્કારો અને ઘટનાઓ આલેખાયેલી પડી છે. અકૃત્રિમ જૈન ચૈત્યાલયોમાં અકૃત્રિમ જૈન રૂપક યક્ષ-યક્ષિણી સહિત છે એ મતલબનું વર્ણન શ્રી ચિલોકસારમાં કરવામાં આવેલ છે. (જુઓ અભિનંદન ગ્રંથના પૃ.૮૦ર થી ૮૦૪.)
જ્યાં સુધી મંત્રસાધનાને લાગેવળગે છે ત્યાં સુધી એમ તારવી શકાય કે મંત્ર અને માતૃકાઓ વચ્ચે સંબંધ છે. આ અંગે વિસ્તૃત માહિતી રજૂ કરતા અનેક લેખો અને પુસ્તકો ઉપલબ્ધ છે. "ણાણસાયર'માં ણમોકાર મંત્ર અંગે અધ્યયન અને સંશોધન અભિગમવાળો વાંચવા જેવો લેખ અંક ૫, ડિસેમ્બર ૧૯૯૦ માં પ્રગટ થયો છે. અને ડો. રવીન્દ્રકુમાર જૈનનો લેખ મહામંત્ર ણમોકાર અને ધ્વનિવિજ્ઞાન” કે જેમાં આધુનિક વૈજ્ઞાનિક અભિગમની વિવેચના કરવામાં આવી છે.
સાધક વર્ણિત યંત્રો દ્વારા પોતાની આધ્યાત્મિક ઉન્નતિનો અંદાજ મેળવી શકે છે. આત્મિક શકિતઓ અને ભૌતિક શકિતઓના ઉભયાન્વયી સહકારથી જ વૈજ્ઞાનિક રીતે અનેક રહસ્યમય જીવાત્મા વિષે માહિતી પ્રાપ્ત થઈ શકે છે. કોઈ પણ તંત્રને, પછી ભલે તે ભૌતિક હોય કે આધ્યાત્મિક, આજની ભાષામાં તેને System (વ્યવસ્થા) કહેવામાં આવે છે. અને તેની નિયંત્રણયોગ્યતા અને અયોગ્યતા અંગે આજે આધુનિક ગણિત દ્વારા સૂક્ષ્માતિસૂક્ષ્મ અધ્યયનની વસ્તુ બતાવવામાં આવેલ છે. જો આપણે આત્મસાધના અથવા ભૌતિક હેતુસરની સાધના અંગે તંત્રને સર્વાધિક શકિતશાળી ઉપકરણ બનાવવું હશે તો તંત્રસાધનાને પણ ગણિતની પરિધિમાં દાખલ કરવું પડશે. તંત્રને શકિતશાળી બનાવવા સિસ્ટમ અપ્રોચ અપનાવવો જ પડશે. ગણતરીને મહત્ત્વ આપવું જ પડશે. જિજ્ઞાસુ વાચક માટે અત્રે કેટલાક ગ્રંથોનાં નામ સૂચવું છું, જેથી તેઓ આ અંગે વધુ વાચન કરી શકે.
(૧) શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર : યંત્ર, મંત્ર ઋદ્ધિ આદિ સહિત; લે.આચાર્ય કુમુદચન્દ્ર, સંપા.કમળકુમાર શાસ્ત્રી. (૨) ભકતામર રહસ્ય (સચિત્ર) (બૃહદ્ આવૃત્તિ) લે.સં. ૫.કમળકુમાર જૈન શાસ્ત્રી, ખુરઈ, દિલ્હી, ઈ.સ.૧૯૮૧ (૩) Kundalini Yoga, લે.સ્વામી શિવાનંદ, શિવાનંદનગર, ૧૯૮૬. (૪) ગોરક્ષ પદ્ધતિ, મુંબઈ, ૧૯૮૮. (૫) સિદ્ધચક્ર વિધાન, લે. કવિવર પં.સંતલાલ, જયપુર, ૧૯૮૭. (૬) Gorakhnath and the Kanphata Yogis, લે, જી.ડબલ્યુ બ્રીગ્ન, દિલ્હી, ૧૯૮૯. (૭) તીર્થકર' માસિક, ટોના-ટોટકા, જંતરમંતર વિશેષાંક, વર્ષ ૧૬, અંક ૧૦-૧૧-૧૨, ફેબ્રુ., માર્ચ, એપ્રિલ, ૧૯૮૭, ઈદૌર, સં.નેમીચન્દ જૈન. (૮) ભાણસાયર, અંક-પ. (૯) શ્રી બટુક ભૈરવ સાધના, સં.ડો.રૂદ્રદત્ત ત્રિપાઠી, દિલ્હી, ૧૯૮૨. (૧૦) Tantra, the Erotic Cult લે.એફ.ડી. કોલાબાવાલા, દિલ્હી, ૧૯૭૬. (૧૧) હઠયોગ પ્રદીપિકા, લે.રામયોગીન્દ્ર, મુંબઈ ૧૯૬૨ (૧૨)મંગળમંત્ર ણમોકાર : એક અનુચિંતન, સં.ને.ચં. શાસ્ત્રી, નવી દિલ્હી, ૧૯૮૯. (૧૩) શ્રી ગુરુનવરત્નમાળા (અજપાજપ) ભાસ્કરરાય, દતિયા, ૧૯૮૪. (૧૪) બહિરંગ યોગ, લે. યોગેશ્વરાનંદ પરમહંસ, નવી દિલ્હી, ૧૯૮૯. (૧૫) In Search of Secret India, લે. પોલ બ્રન્ટન, મુંબઈ, ૧૯૮૯, (૧૬) The Serpent Power, લે.સર જે.વૃડરૂફ, મદ્રાસ, ૧૯૮૬. (૧૭) Some Mystics of Morden India, લે.બાસુ, વારાણસી, ૧૯૭૯. (૧૮) જ્ઞાનાર્ણવ, શુભચન્દ્રાચાર્ય, અગાસ, ૧૯૮૧. (૧૯) ધ્યાનશતક, લે. હરિભદ્રસૂરિ, દિલ્હી ૧૯૭૬. (૨૦) તત્ત્વાનુશાસન, લે. રામસેનાચાર્ય, દિલ્હી, ૧૯૬૩. (૨૧) Topics in
Mathematical System Theory, લે.આર.ઈ. કલમન અને બીજા, ન્યૂયોર્ક, ૧૯૬૯. (૨૨) Jain Meditation, Gitta- Samadhi, Jain Yoga, લે.એન.એમ. ટાટિયા, લાડનું, ૧૯૮૬. (૨૩) Studies in Tantra Yoga, લે.ડી.બી. સેનશર્મા, કર્નાલ, ૧૯૮૫. (૨૪) Develope Your Psychic Abilities, લે.યુ. બર્નસ, ન્યૂર્યોક, ૧૯૮૫. (૨૫) જીવનતત્ત્વસાધન, લે.રામલાલ મહારાજ, સંવાઈ, ૧૯૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org