Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 641
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] આર્યરક્ષિતસૂરિને પ્રણામ કર્યા પછી ગચ્છની અધિષ્ઠાયિકા, વાંછિત અર્થ આપનારી, પાવાગઢનિવાસિની મહેશ્વરી મહાકાલીને વંદન કર્યું છે : गच्छाधिष्ठायिकां वन्दे महाकालीं महेश्वरीम् । वाञ्छितार्थप्रदां नित्यं पावादुर्गनिवासिनीम् ॥ ઉક્ત ચરિત્રના પ્રથમ સર્ગના ૧૨મા શ્લોકમાં અમરસાગરસૂરિએ આર્યરક્ષિતસૂરિના પટ્ટધર શિષ્ય જયસિંહસૂરિને 'કાલીના પ્રસાદને પ્રાપ્ત કરનારા' કહ્યા છે : વાતીપ્રસારા બમ્મુ ।। લાલકુમારને જૈનધર્માવલંબી બનાવ્યા પછી જયસિંહસૂરિએ તેને પાવાગઢનિવાસિની મહાકાલીનું પૂજન કરવાનું કહ્યું. लालणोऽथ महाकालीं पूजयामास भावतः । सूरीशस्योपदेशेन पावादुर्ग निवासिनीम् ।। એ પછી લાલણકુમારે લક્ષ્મીનું રૂપ ધારણ કરનારી કાલીને ગોત્રદેવી તરીકે સ્થાપી. જિનવિજયજી સંપાદિત 'વીરવંશાવલી'માં આ પ્રમાણે વર્ણન છે : 'કેતલેક દિવસે પાવઇ પર્વતિ આવ્યા. તિહાં સંપ્રતિ નૃપકારક પ્રાસાદે શ્રી સંભવદેવનઈ નમસ્કાર કરી ચવિહાર માસખમણે ઉપાધ્યાય કાઉન્સિંગ રહ્યા. માસ સંપૂર્ણ જિતેન્દ્રિય તપસ્વી પણઇ જાણી મહાલક્ષ્મી દેવ્યા વાંદી કહીઈહું તુમ્સ ઉપરી પ્રસન્ન છું. તુમ્કો સંઘનઈ કલ્યાણકારી છું. મુઝને સંભારઈ ઉપદ્રવ વેગલો કરીસ. પિણ આજ કૃષ્ણાષ્ટમી છઇ તે માટિ મુઝનઇ અષ્ટમાંઇ દીનઇ ઉપવાસી તુમ્હે સંભારજ્યૌ. તે દેવી દત્તવર થકી ઉપાધ્યાય શ્રી વિજયચંદ્ર પાવાગિરિ પીઠ થકી ઉતરી ભાલિજ નગરઈ આવી માસખમણને પારિણએ યશોધન ભણશાલી નંઇ ઘરે આહાર લીધો. એતલઈ દેવીનઈ વર થકી મુખ્ય ગૃહસ્થ યશોધન ધનશાલી હુઓ.' [ ૫૧૩ આર્યરક્ષિતસૂરિ અને ચક્રેશ્વરી દેવી : મેરુતંગસૂરિના સમકાલીન, શાખાચાર્ય અને મહાકવિ જયશેખરસૂરિએ રચેલ 'ઉપદેશ ચિંતામણિ'ની ગ્રંથપ્રશસ્તિમાં આર્યરક્ષિતસૂરિએ તપોબળથી ચક્રેશ્વરીને સાક્ષાત્ કરીને અંચલગચ્છ વિસ્તાર્યો એવું જણાવવામાં આવ્યું છે : वंशे वीरविभोरभूदिति वहन्वीरत्यूर्जितं । मिथ्यात्वादिविपक्षवारणविधौ धर्मोधमे चोत्तमे । जातः पूर्वमिहार्यरक्षितगुरुश्चक्रेश्वरीदेवतां । साक्षात्कृत्य तपोभिरंचलगणं विस्तारयन् भूतले ॥ ભાવસાગરસૂરિ રચિત ગુર્વાવલીમાં ચક્રેશ્વરીદેવી શ્રી સીમંધર જિનેશ્વરના મુખેથી આર્યરક્ષિતસૂરિના ગુણોની પ્રશંસા સાંભળે છે. પાવાગઢ પર ગુરુને વંદનાર્થે આવે છે. એમની પ્રશંસા કરી ભવિષ્યવાણી ઉચ્ચારે છે. અને ચક્રેશ્વરીનાં વચનથી વિધિપક્ષગચ્છ ઉદ્ભવે છે એ વિષયક વિસ્તૃત વર્ણન છે. ભાવસાગરસૂરિ કહે છે : પહેરિ ત્રયળેળવિનાઓ વિદ્દિપવલ જાળ તિઓ ।। એ પૂર્વેના, સં. ૧૪૨૦ના કવિવર કાન્હરચિત 'અંચલગચ્છનાયક ગુરુ રાસ' નામના ગ્રંથમાં પણ ચક્રેશ્વરીદેવી સંબંધક એવા જ પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે; એટલું જ નહિ, આર્યરક્ષિતસૂરિ અને ચક્રેશ્વરીદેવી વચ્ચેનો વાર્તાલાપ પણ એમાં છે. અન્ય નાની પટ્ટાવલીઓમાં પણ એ પ્રમાણે વિગતો જોવા મળે છે. પણ ગુજરાતી ભાષામાં સૌથી પ્રથમ ભીમશી માણેકે અંચલગચ્છની ગુરુપટ્ટાવલી લખી અને 'પંચપ્રતિક્રમણ સૂત્ર'માં પ્રકાશિત કરી એમાં પણ આર્યરક્ષિતસૂરિના સંબંધમાં ચક્રેશ્વરીદેવીના અનેક પ્રસંગો કહેવાયા છે. ચક્રેશ્વરીદેવી અને પદ્માવતીદેવી શ્રી સીમંધર જિનેશ્વરના મુખેથી આચાર્યશ્રીના ગુણોની પ્રશંસા સાંભળી, એમને પાવાગઢ ઉપર વંદન કરવા આવે છે. તેમના ઉપર પ્રસન્ન થાય છે અને ભવિષ્યવાણી ઉચ્ચારે છે એનું તેમ જ આચાર્યશ્રીની પરીક્ષા કરી એનું વર્ણન પણ છે; જેમ કે, ચક્રેશ્વરીદેવીએ આચાર્યશ્રીને અનશન ન કરવાની વિનંતિ કરી અને જણાવ્યું કે, 'તમે ભાલેજ જાઓ. ત્યાં યશોધન ભણશાળીએ જિનાલય બંધાવ્યું છે, તેના મહોત્સવ ઉ૫૨ શ્રીસંઘ આવશે. તેના તંબુમાં તમને શુદ્ધ આહાર મળશે.' દેવીના કથનાનુસાર પ્રભાતમાં સંઘ આવ્યો. તેમણે સાધુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688