Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 642
________________ ૫૧૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી આહાર-પાણીનો લાભ આપવા વિનંતિ કરી. ગુર ત્યાં પધાર્યા. ચક્રેશ્વરીદેવી પોતે આહાર વહોરાવવા આવ્યાં. સોનામહોરોનો થાળ ભરીને દેવીએ કહ્યું, 'આ વહોરો.” સાધુએ બે વાર કહ્યું કે, 'આ અમર લેવું કહ્યું નહીં.' તેથી ત્રીજી વાર થાળમાં ચોખા ભરી લાવ્યાં. ગુરુએ તે વહોર્યા. તે વખતે દેવીએ વચન આપ્યું કે, આજથી વિધિપક્ષગચ્છના શ્રાવક જે જે ગામમાં હશે તે તે ગામમાં ચારેક જણની પાસે પ્રાયઃ સોનૈયા અવશ્ય હશે. ચક્રેશ્વરીદેવીની પ્રાર્થનાથી વિધિપક્ષગચ્છ એવું નામ સ્થપાયું. ડૉ. જહોનેસ ફલોટ પણ અંચલગચ્છની લખેલ પટ્ટાવલીઓમાં અંચલગચ્છ સંબંધમાં ચક્રેશ્વરીદેવીનો જ આ પ્રમાણે ઉલ્લેખ કરે છે : "Under him the gachcha, having a vision of Chakreshvari devi, received Samvat 1169 the name Vidhipaksha - gachcha." (See Bhan, Rep. 1883-4, p. 130, 442, V.1.) વળી, આગરામાં કુંવરપાલ તથા સોનપાલે બંધાવેલાં શ્રી શ્રેયાંસનાથ ભગવાનના જિનાલયના સં. ૧૯૭૧ના વિસ્તૃત શિલાલેખમાં પણ ચકેશ્વરીદેવીએ જ આર્યરક્ષિતસૂરિને વરદાન આપ્યું એવો ઉલ્લેખ મળે છે : “શ્રી अंचलगच्छे श्री वीरादष्टचत्वारिंशत्तमे पट्टे श्री पावकगिरौ श्री सीमंधरजिनवचसा श्री चक्रेश्वर्यादत्तवराः સિદ્ધાંતો તમfuપી . શ્રી વિંધપક્ષષ્ઠસંસ્થાપક શ્રી માર્યક્ષત[. ' તેમ જ જામનગરમાં વર્ધમાન શાહે તથા પાસિહ શાહે બંધાવેલા જિનમંદિરના સં. ૧૬૯૭ના વિસ્તૃત શિલાલેખમાં પણ એ પ્રમાણે જ ચક્રેશ્વરી દેવીના નામનો ઉલ્લેખ છે : श्री वीरपट्टक्रमसंगतोऽभूत् । भाग्याधिकः श्री विजयेंदुसरिः । सीमंधरैः प्रस्तुतसाधुमार्ग-चक्रेश्वरीदत्तवरप्रसादः ।। ५ ।। મહાકાલીદેવી: અન્વેષણની દષ્ટિએ આપણે જોયું કે, પ્રાચીન સાહિત્યમાં મહાકાલીદેવીનો કયાંયે ઉલ્લેખ નથી. ૧૭મી શતાબ્દી પછીના સાહિત્યમાં મહાકાલીદેવીના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે એ પણ આપણે જોયું. આ ઉપરથી માનવાને કારણે મળે છે કે ૧૭મી શતાબ્દી પછી જ અંચલગચ્છાધિષ્ઠાયિકા તરીકે મહાકાલીદેવીના નામનો સવિશેષ પ્રચાર થયો હશે. વર્ધમાન પદ્ધસિંહ શ્રેષ્ઠીચરિત્ર', જિનવિજયજી સંપાદિત સં. ૧૮૦૬ની આસપાસ અજ્ઞાત કવિ કૃત 'વીરવંશાવલી' તથા તપગચ્છીય ઉપાધ્યાય ધર્મસાગરજીએ સં. ૧૬૨૯માં રચેલ 'કુપક્ષ-કૌશિક-સહસ્ર કિરણ' અપરના પ્રવચન પરીક્ષામાં મહાકાલી વિપે સ્પષ્ટ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. મુકિત લાભ ઉપાધ્યાયના શિષ્ય કવિ ક્ષમાલાભે પણ મહાકાલીદેવીનો છંદ રચ્યો છે, જેમાંથી જાણી શકાય છે કે સં. ૧૮૯૩ના ચૈત્ર વદિ ૧૨ને દિવસે મુકિતસાગરસૂરિએ પાવાગઢની યાત્રા કરી મહાકાલીમાતાનું વરદાન પ્રાપ્ત કર્યું. આમ છેલ્લા ત્રણેક સૈકાઓમાં અંચલગચ્છીય સાહિત્યમાં મહાકાલીદેવીના સંબંધમાં અનેક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. અહીં એવો તર્ક પણ કરવામાં આવે છે કે આર્યરક્ષિતસૂરિએ પાવાગઢ ઉપર તપ કર્યું એટલે મહાકાલીદેવીનું વરદાન પ્રાપ્ત થયું હશે - એવી માન્યતા પ્રચલિત થઈ હશે, કેમ કે પાવાગઢ હાલમ મહાકાલીદેવીનું જ ધામ ગણાય છે. પરંતુ મહાકાલીદેવી સંબંધમાં એ માન્યતા જ મુખ્ય હોય તો એ જાણવું જરૂરી છે કે એક વખત પાવાગઢ સુપ્રસિદ્ધ જૈનતીર્થ હતું. પાવાગઢ -- જૈનતીર્થ : મહાકાલીના ધામ તરીકે ભારતવર્ષમાં પ્રસિદ્ધ પામેલું પાવાગઢ એક વખત જૈનોનું અગત્યનું યાત્રાનું ધામ હતું. આ સંબંધમાં થોડાંક પ્રમાણો આ પ્રમાણે છે : વનરાજ ચાવડાએ સં. ૮૦૨માં પાટણ વસાવી ગુજરાતનું રાજ્ય સ્થાપ્યું ત્યારે તેના મંત્રી ચાંપા શાહે ચાંપાનેર વસાવીને પાવાગઢ ઉપર કિલ્લો બાંધ્યો અને એક જૈન દહેરાસર પણ બંધાવ્યું. એ પછી અહીં અનેક જિનાલયો બંધાયાં. શ્રી અભિનંદન સ્વામીનું બાવન દેરીવાળું પ્રાચીન મંદિર, જેનો જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા ગુણસાગરસૂરિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688