Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 674
________________ (શ્રી પાર્શ્વનાોપસર્ગ - હારિણી કમ્મક્ષઓ જો મોક્ષની માંગણી છે. તો દુર્ખકો એ મન, વચન અને કાયાના દુઃખોને દૂર કરવાની જ માંગણી છે. પ્રભુની પ્રાર્થના હોય કે અધિષ્ઠાયકોનો જાપ હોય, જરૂર માત્ર મોક્ષના લક્ષ્યને ટકાવીને આખરે મોક્ષની પણ ઇચ્છામાંથી મુકત થઇને અપ્રમત્ત બનીને વિહરવાની છે. ‘‘ મોક્ષે નવે ૬ સર્વત્ર નિઃસ્પૃહો મુનિ સતમઃ ” એમ કહેવાયું છે, છતાંય મોક્ષની ઇચ્છા ન ક૨વી એવો ઉપદેશ આપણે આપતા નથી. તેમ મોક્ષની આરાધનાનું લક્ષ્ય રાખીને પણ ઇષ્ટની સિદ્ધિની પ્રાર્થના અધિષ્ઠાયકો પાસે કે પરમાત્મા પાસે પણ ન કરવી, કોઇ કરે તો તેનો વિરોધ કરવો એ શાસ્ત્ર સંગોપન છે. બાળ જીવોને સંસારની વાતો ગમી જાય તે વાત સાચી છે; પણ તેના ભયથી શાસ્ત્રની વાતનું સંગોપન કેવી રીતે થાય ? હવે વાત રહી સાધનાના અનુભવોમાંથી કંઇક માર્ગદર્શન કરવાની. શાસનના તમામ અધિષ્ઠાયકો શકિતવાળા છે. અનન્ય આરાધકને સહાય કરે છે એ નિર્વિવાદ છે. દરેક અધિષ્ઠાયકો કરતાં ભગવતી પદ્માવતી માતાનું સ્થાન વ્યાપક છે. અને એની આરાધના પુણ્યાઇના પ્રમાણમાં શીઘ્ર ફળ આપનારી છે. ૫૪ જરૂર પડે - ગરજ પડે ત્યારે જ આરાધના કરવી અને રોજ સ્મૃતિ પણ અધિષ્ઠાયકોની ન કરવી એવું રહેશે તો આરાધના ફળદાયી નહીં બને . જાપ સંખ્યા ઘણા અનુષ્ઠાનોમાં પૂરી કરવી જ પડે છે, છતાંય જાપની સંખ્યા કરતાં જાપના ઉપયોગનું ફળ વધારે હોય છે. શાસનમાં સ્થપાયેલ અને અત્યાર સુધીના પ્રમાણિક આચાર્યોએ પ્રમાણિત કરેલ દરેક દેવ-દેવી પ્રત્યે આદર રાખવો ; અનન્ય ભકિત તો એક જ આરાધ્યની ઇષ્ટની કરવી. કેટલીકવાર આરાધના કરવા છતાં પીછેકૂચ થતી દેખાય, તો પણ તે પીછેકૂચ કોઇ મહાન આગેકૂચનું કા૨ણ છે તેવો આત્મવિશ્વાસ રાખવો. આપણો પુણ્યોદય હોય તો જ આરાધના ફળે છે એ વાત સાચી છે પણ એક ચતુર વૈદ્ય કે ડોકટરની દવા... એક બાહોશ વકીલની સલાહ કે કોઇ જયોતિષીનું માર્ગદર્શન જેમ જીવનના સોપક્રમિક કર્મોને તોડવામાં સહાયક છે, તેમ અધિષ્ઠાયકોની આરાધના પણ તેવું જ સામર્થ્ય ધરાવે છે. અમુક વખતે ભગવતી પદ્માની આરાધનામાં આગળ વધતાં એ પદ્માવતી ભકિતની એક દેવીની આરાધના થઇ રહી છે એવો ભાવ ગૌણ બની જાય છે અને પ્રત્યેક તીર્થંકરોમાં રહેલી પરાશક્તિનું સ્વરૂપ પદ્માવતીની ભકિત બની જાય છે. - ભગવતી પદ્માવતીના આયુધો જે ચાર હાથમાં રહેલ પાશ – અંકુશ – કમળ બીજોરૂ કે અભય વગેરે મુદ્રાના અધ્યાત્મિક અર્થો જયારે સ્પષ્ટ થાય છે ત્યારે સાધક આહ્લાદમય બની ઇન્દ્રિય અને મનના નિયંત્રણો કાબુ પામીને સંસારમાં અવિઘ્નતાનું વરદાન પામી પ્રત્યેક ક્ષેત્રમાં સફળપણાનો વીતરાગિતાનો આસ્વાદ કરે છે. સાધનાના અનુભવો ચમત્કારો હર્ષના અતિરેકથી અંતરને ભરી દેતા હોય છે. તેવા ચમત્કારો કોઇને કહેવા મન તલપાપડ થઇ જતું હોય છે. પણ જયારથી એ વાતો પ્રસિદ્ધ થાય છે ત્યારથી એ અનુભવોમાં ઓટ આવવાની શરૂઆત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688