Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 647
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] T૫૧૯ - - આપણી બાજુએ સરસ્વતીની મૂર્તિઓ બનાવવાનો સામાન્યતઃ પ્રચાર નથી. કોઈ હિન્દુ મંદિરમાં સરસ્વતીની મૂર્તિ જોવામાં આવતી નથી. દક્ષિણ હિન્દુસ્તાનમાં કેટલાંક મંદિરોમાં સરસ્વતીની સુંદર મૂર્તિઓ નજરે પડે છે. પ્રજ્ઞા પારમિતાની મૂર્તિને બે હાથ હોય છે. દક્ષિણ હિન્દની સરસ્વતીની મૂર્તિ હંમેશાં ચાર હાથવાળી હોય છે. પદ્માસનસ્થિત અને અર્થનિમીલિત લોચનવાળી હોય છે. એક હાથમાં વીણા, એક હાથમાં કમળ, એક હાથમાં પુસ્તક અને એક હાથમાં માળા - એમ ચારે હાથમાં જુદી જુદી વસ્તુ હોય છે. આ સરસ્વતીની મૂર્તિનો ઉદ્ધાર અને સવિશેષ પ્રચાર થાય અને દેશનાં વિદ્યાલયોમાં આવી ભાવનાવાહી મૂર્તિઓની પ્રતિષ્ઠા થાય તો સરસ્વતીના વિશેષ નિર્મળ દર્શનનો લાભ સૌને મળશે. યુરોપીય સાહિત્ય અને ધર્મગ્રંથોમાં પણ સરસ્વતીની કલ્પના છે. ત્યાં જુદી જુદી કળાની અથવા તો જ્ઞાન-વિષયની જુદી જુદી અધિષ્ઠાત્રી દેવી કલ્પવામાં આવી છે. આ સર્વ સામાન્યતઃ “યુઝ'ના નામથી ઓળખવામાં આવે છે. જગતપિતા મ્યુઝ અને સ્મરણશક્તિને મૂર્તિમંત કરતી નેમોઈનની આ સર્વ પુત્રીઓ ગણવામાં આવે છે. જ્ઞાનની સામાન્ય અધિષ્ઠાત્રીને તેઓ “મીનર્વા'ના નામથી ઓળખે છે. આ મીનવની કલ્પના આપણી સરસ્વતી અથવા તો પ્રજ્ઞા પારમિતાને કેટલીક રીતે મળતી આવે છે. આ મીનર્વા વિશે એક વિચિત્ર ઘટના છે. તેનું આસન અથવા તો સમીપ રહેનારું પક્ષી ઘુવડ છે. આપણે ત્યાં ઘુવડ વિશે અમંગળ કલ્પના છે. આ ઘુવડ ઊલટું યુરોપમાં પ્રતિષ્ઠા પામ્યું છે અને જ્ઞાનના સ્વરૂપનું દ્યોતક ગણવામાં આવ્યું છે. જેવી રીતે રાત્રીના ગાઢ અંધકારને ભેદવાને માત્ર યુવડ જ સમર્થ છે, તેવી રીતે જ્ઞાન પણ સર્વ અજ્ઞાન-તિમિરનું નાશક છે. વળી યા નિશા સર્વ ભૂતાનાં તસ્યાં નાગર્તિ સંય ! એ જાણીતા સૂત્રનો ઘુવડના સંકેતમાં ધ્વનિ દેખાય છે. મીનર્વાનાં મંદિરોમાં જ્યાં ત્યાં ઘુવડનું ચિતરામણ તથા આલેખન જોવામાં આવે છે. આપણા દેશમાં સરસ્વતીપજા આપણા જીવન સાથે ખૂબ ઓતપ્રોત થયેલી છે. કોઈ પણ સંસ્કારી હિંદુનું એવું ઘર જોવા નહિ મળે કે જ્યાં સરસ્વતીની એક યા અન્ય પ્રકારની છબી ન હોય. જ્ઞાનનું સૌથી વિશેષ બહુમાન જૈનોએ કરેલું છે. જૈનશાસ્ત્રોમાં સરસ્વતી શબ્દને બદલે શ્રુતદેવતા શબ્દ વધારે પ્રચલિત છે. ઋતદેવતાની કલ્પના સરસ્વતીને મળતી આવે છે દા.ત. પ્રતિક્રમણ સૂત્રમાં “કલ્યાણકંદ'નું સ્તોત્ર આવે છે તેમાં વાકશ્રી એટલે કે સરસ્વતીની નીચે પ્રમાણે સ્તુતિ કરી છે : कुंदिंदु-गोक्खीर-तुसारवन्ना सरोजहत्था कमले निसन्ना । वाएसिरी पुत्थयवग्ग-हत्था सुहाय साअम्ह सया-पसत्था ।। –જે કુન્દપુષ્પ, ચંદ્રમા, ગાયનું દૂધ અને હિમ જેવા ઉજ્વળ વર્ણની છે, જે કમળ ઉપર બેઠેલી છે, જેના એક હાથમાં સરોજ છે અને બીજા હાથમાં પુસ્તકોનો સમૂહ છે તે ઉત્તમ વાકશ્રી સદા અમારા સુખને માટે હો ! વળી, અન્ય એક સ્તોત્રમાં શ્રુતદેવતાની સ્તુતિ આ રીતે કરી છે : सुअदेवया भगवई नाणावरणीअ कम्मसंघायं । तेसिं खवेउ सययं जेसिं सुअसायरे भत्ती ।। –હે ભગવતી શ્રુતદેવતા, જેની શ્રુતસાગરમાં ભક્તિ છે તેનાં જ્ઞાનાવરણીય કર્મોનો સદા નાશ કર ! જૈન શાસ્ત્રોમાં શ્રુતદેવતા અથવા તો વાદેવીની જે કલ્પના રહેલી છે તે સરસ્વતીની કલ્પના જેટલી વિશાળ નથી. આગળ જણાવ્યું તેમ સરસ્વતીના ચિત્રમાં જ્ઞાન તેમ જ કળા ઉભયનો સમાવેશ થાય છે ત્યારે શ્રુતદેવતાની કલ્પનામાં કળાનું વિશિષ્ટ સ્થાન જોવામાં આવતું નથી. વળી, સરસ્વતી સામાન્ય જ્ઞાનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688