Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 590
________________ ૪૬૨] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી સંશયાત્મા વિનશ્યતિ | સાધનાના મૂળમાં શ્રદ્ધા હોય તો જ સફળતા પ્રાપ્ત થાય અને વાંચ્છિત ફળ પ્રાપ્ત બને. - ભારતીય સંસ્કૃતિ પરત્વે, ચિંતન ક્ષેત્રમાં રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર શ્રી અનવર આગેવાને મના પુસ્તક ‘સાધના અને સાક્ષાત્કાર'માં ધ્યાન વિશે બહુ સરસ લખ્યું છે. તેઓ જણાવે છે કે, સિદ્ધપુરુષો ધ્યાન'ની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે : (૧) સતત ચિંતન-મનનમાં કોઈ એક વિષયનું રટણ. (૨) કોઈ આધ્યાત્મિક સત્ય અથવા રહસ્યનું ચિંતન કરતાં કરતાં ભકિતમૂલક ક્રિયા, જેમાં માનસિક પ્રાર્થના અથવા સંકલ્પ હોય. (૩) વૈયકિતક, ધાર્મિક અથવા ભકિતમૂલક પ્રક્રિયામાં મન સત્યનું સિંચન કરે. સાંખ્યદર્શનમાં ધ્યાનની પરિભાષા આ રીતે કરી છે : Mાને નિર્વિષષે મન | મનને નિર્વિષયી કરવું એ જ ધ્યાન, એટલે કે મનને ભાવનાઓ. વિકારો અને ઇચ્છાઓ ઉત્તેજે નહિ તેવું કરવું. આમ, મંત્ર શબ્દ પણ મન સાથે સંકળાયેલો છે. 'મંત્ર' સંસ્કૃત શબ્દ છે. ને એટલે મન, ત્ર એટલે ત્રાણ--સંરક્ષણ કરવું. મનની સંરક્ષણશકિત જેમાં છે તે મંત્ર. મંત્રમાં વિવિધ શકિતઓ રહેલી છે અને તે સાધકના જીવનમાં સંકલ્પ અનુસાર તેની પ્રાપ્તિ કરાવે છે. સાધકની જેવી કામના અને જેવો સંકલ્પ તેવું ફળ તેને મળે છે. કોઈ પણ સાધક નવધા ભકિતમાંથી પોતાને સગમ હોય એવું માધ્યમ અપનાવી શકે છે. આ બધાં માધ્યમોમાં ઉત્તમોત્તમ માધ્યમ જપ કહેવાય. આગળ ઉપર જણાવેલાં માધ્યમોની ક્રિયા-પ્રક્રિયાઓ એક જાતના યજ્ઞો જ છે. આ બધા યજ્ઞોમાં જપ સૌથી વધારે સરળ અને સબળ છે. શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે, યજ્ઞનાન ના યજ્ઞોમ | શ્રી પદ્માવતી દેવીની સાધનામાં ઉપર જણાવેલ આનુષંગિક એવી ક્રિયાઓમાં એક મંત્ર કોઈ પણ સિદ્ધિ માટે બસ છે. સાધકે માત્ર એટલો ખ્યાલ રાખવાનો રહે છે કે શકિતની સાધના સંહારક નહિ, પણ ઉપકારક હોવી જોઈએ. એટલું જ નહિ, કોઈ પણ જાતના સ્વાર્થ વિનાની અને અન્યને ઉપકારક હોવી જોઈએ. આમ, અનાસકત સાધના જ સિદ્ધ અને સાધ્ય બની શકે. આર્યાવર્ત તો વરુણ, વાયુ અને અગ્નિમાં શકિતનાં દર્શન કરી એનું પૂજન કર્યું છે. જૈનધર્મે પણ આગળ વધીને, જલ, વાયુ, પ્રકાશ વગેરેને જીવ માનીને આત્મા જેવી જ શકિત તેમાં છે એમ માની દરેકના ઉપયોગમાં સંયમનો આદર્શ સ્થાપિત કર્યો છે. જ્યારે પશ્ચિમના દેશો તો શકિતને ઊર્જા ગણી એનો માત્ર સુખ અને સંહાર માટે જ ઉપયોગ કરે છે. એ પદ્ધતિ ભયાનક છે. ભારતવર્ષમાં આપણા ઋષિ-મુનિઓએ તો શકિતને દેવી માની છે અને પૂજા કરી અને મંગલમય સ્વરૂપ આપ્યું છે, અને શકિતમાંથી ઉદ્ભવેલા આનંદને આવકાર્યો છે. આપણા માટે તો શકિતની-દેવીની સાધના એટલે અલૌકિક આનંદ માટેનો અને આત્માના ઉત્થાન માટેનો એક ઈશ્વરી યજ્ઞ કહેવાય. અને એ યજ્ઞમાંથી વિલક્ષણ અનુભવ તે આપણો યજ્ઞપ્રસાદ, એવો અલૌકિક પ્રસાદ પામવામાં જ સાધનાની સાર્થકતા છે. શ્રી પદ્માવતી દેવી જૈન ધર્મના અતિ લોકપ્રિય શાસનદેવી ગણાય છે. શાસન એટલે આજ્ઞા; અને શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાઓનો સરવાળો એટલે જિનશાસ્ત્ર. શ્રી પડાવતી દેવીનો પ્રાદુર્ભાવ શ્રી પાર્શ્વનાથ ભગવંતના સમયમાં થયો, એટલે કે લગભગ ૨૮૦૦ વર્ષોથીયે પહેલાં થયો. ચોવીસ તીર્થકર ભગવંતની ચોવીસ શાસનદેવીઓમાં સૌથી વધુ લોકપ્રિય શ્રી પદ્માવતી દેવી છે. જૈનોમાં શ્રી પદ્માવતી દેવી પ્રત્યે ભકિતભાવનો ઉમળકો વિશેષ જોવા મળે છે. એ ભકિતને સાકાર રૂપ આપવા જરૂરી આરાધના-ઉપાસના, જપ-ધ્યાન અને આનુષંગિક સાધના વિશે આપણે અહીં વ્યવહાર પરિભાષામાં વાત કરી છે, જે જનસાધારણને ઉપયોગી નીવડશે એમ મારું માનવું છે. શ્રી પદ્માવતી દેવીની ધ્યાનસાધના ભકિતભાવે કરી આપણે સાધનાને સફળ બનાવીએ અને આપણું સર્વસ્વ તેમને અર્પણ કરી તેમની કૃપાપ્રસાદ મેળવવા ભાગ્યશાળી બનીએ, એ જ અભ્યર્થના ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688