Book Title: Parshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 639
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૫૧૧ છે. એમાં કુલ ૧૩૨ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે; જેમાંની દેવી પ્રતિમાઓમાં સોલંકીકાળની અંબિકાદેવી અને શ્રુતદેવી (સરસ્વતી)ની પ્રતિમાઓ ખાસ ઉલ્લેખનીય છે. અંબિકાદેવીની પ્રતિમા અનુપમ, નયનરમ્ય તથા દર્શનાર્થીને આનંદવિભોર કરે તેવી ભાવવાહી છે. દેવીના મસ્તકે મફટ છે, કાનમાં રત્નકુંડળ છે રાને ગળામાં ત્રિસેરી તથા પ્રલંબ હાર છે. બાજુબંધ વલયો તથા કટિમેખલા, નૂપુર અને પાદજાલક પહેરેલ છે. દેવીને ચાર હાથ છે, તે પૈકી ઉપલા બેમાં આમ્રકુંબીઓ ધારણ કરેલ છે અને નીચલો જમણો હાથ વરદાક્ષમાં તથા ડાબા નીચલા હાથથી બાળકને ધારણ કરેલ છે. દેવીના ડાબા ઉલ્લંગ પર બાળક બેઠેલ છે, તેના બંને હાથમાં લાડુ (આમ્રફળ) છે. દેવીનું વાહન સિંહ છે. દેવીના મસ્તક પર આમ્રમંજરી તથા લેબી અને હંસપંકિતનું છત્ર છે. દેવીના મસ્તકની ઉપરના ભાગમાં તીર્થકરની પદ્માસનમાં બેઠેલી નાની પ્રતિમા આવેલી છે. પરિકરમાં બંને બાજુએ થઈ કુલ આઠ દેવી પ્રતિમાઓ કોતરેલી છે. દેવીના પગ પાસે બંને બાજુ બે બે ભક્તજનોની આકૃતિઓ નમસ્કારમુદ્રામાં બેઠેલ છે. આવી જ મનોહર પ્રતિમા ધૃતદેવી (સરસ્વતી)ની છે. રતાશ પડતા આરસમાંથી કંડારેલી આ પ્રતિમામાં શિલ્પગ્રંથોમાં સૂચવ્યા અનુસાર દેવીને સ્વેત વર્ણનાં, પાછળ પ્રભામંડળયુકત, યૌવનપૂર્ણ દેહવાળાં, સર્વ પ્રકારના અલંકારોથી શોભતાં દર્શાવ્યાં છે. દેવીને મસ્તકે મુકુટ, કાનમાં કુંડળ ને તેની ઉપરના ભાગે ઝૂમખાવાળા અલંકાર શોભે છે. કંઠમાં ઉપગ્રીવા, કેયુર, કટિસૂત્ર, કટિમેખલા, પાદવલય અને પાદજાલક ધારણ કર્યા છે. તેમના બારીક અધોવસ્ત્રની પાટલી ઢીંચણથી નીચે શોભે છે. ચતુર્ભુજ દેવીના ઉપલા બંને હાથોમાં સનાળ કમળમાં બે હંસ યુગલની આકૃતિ છે. ડાબા નીચલા પુસ્તકયુક્ત હાથમાં કળશ અને જમણો નીચલો અક્ષમાળાયુકત હાથ વરદમુદ્રા ધરાવે છે. કમળની ઉપર માલધારોની દેવીની ડાબી બાજુ મધ્યમાં લલિતાસનમાં બેસી વ્યાખ્યાન આપતા મુનિભગવંત તથા નીચે પગની બંને બાજુએ ઊભેલાં સ્ત્રી-પુરુપની અને બેઠેલા એક પુરપની નમસ્કારમુદ્રામાં આકૃતિ કંડારી છે. છેલ્લી ત્રણ આકૃતિઓ સંભવતઃ દાતા-પરિવારની હોવાનું જણાય છે. દેવીનું વાહન હંસ ડાબી બાજુની સ્ત્રીના પગ આગળ કંડારેલું છે. આમ, આ ત્રણે -- પદ્માવતી દેવી, અંબિકા દેવી અને શ્રુતદેવીની મૂર્તિઓ શિલ્પ-સ્થાપત્ય અને કલા-કારીગરીમાં પણ આગવું સ્થાન ધરાવે તેવી છે. ! કરી (t : છે - Y H , r[ અમM यम - દશ દિકપાલ इशान Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688